કામ ધંધો છોડીને જવાનું દુઃખ પણ છે અને પરિવારને મળવાની ખુશી પણ, બારસોથી વધુ પરપ્રાંતિય મજુરો વતન જવા રવાના, આજે બીજી ટ્રેન ઉપડી

દેવરાજ બુધેલીયા
કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા લોકડાઉનની પરિસ્થિતિનું નિર્માણ થયુ છે, જેના ભાગરૂપે શહેર અને ભાવનગર શહેર અને જિલ્લામાં વિવિધ જગ્યાઓ પર કામ કરતા પરપ્રાંતીય શ્રમિકોને આજ રોજ જિલ્લા વહિવટી તંત્ર અને પશ્ચિમ રેલ્વે મેનેજમેન્ટ દ્વારા ભાવનગર રેલ્વે જંકશન ખાતેથી બપોરે ૩ વાગે ૧૨૫૩ જેટલા પરપ્રાંતીય મજૂરોને વતનમાં પરત ફરવા માટે ૨૪ કોચની ટ્રેનની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. જેને રવાના કરતી વેળાએ જિલ્લા વહીવટી તંત્ર તેમજ રેલવેના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, લોકડાઉનના કપરા સમયમાં આ પરપ્રાંતીય શ્રમિકો પોતાના વતન પરત નહોતા જઇ શક્યા, તેઓને વતન જવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ખાસ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી હતી.

ટ્રેનમાં મુસાફરી કરનાર તમામ શ્રમિકો અને તેના પરિવારજનોનું મેડીકલ ચેકઅપ કરીને સોશ્યિલ ડિસ્ટન્સીંગ જળવાઈ રહે, તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. સામાન્ય રીતે દરેક કોચમાં ૭૨ વ્યક્તિઓને સમાવિષ્ટ કરવાની ક્ષમતા હોય છે પરંતુ સોશ્યિલ ડિસ્ટન્સીંગને ધ્યાને રાખીને ૫૪ જેટલા શ્રમિકોનો જ સમાવવામાં આવ્યા હતા. ભાવનગરથી મુસાફરી કરનાર તમામ શ્રમિકોને ૩ પ્રકારના ફૂડ પેકેટસ, છાસ, ફળ, પાણીની બોટલ અને ત્રિપલ લેયર માસ્ક આપવામાં આવ્યા હતા. તેમજ કોચમાં સ્વચ્છતા જાળવવા હેન્ડ સેનિટાઈઝર, હેન્ડ વોશ તથા સાબુની સુવિધા પણ આપવામાં આવી હતી.

આ ઉપરાંત વહીવટી તંત્ર અને સામાજિક તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા ચિત્રા ખાતે આવેલ ઓમ પાર્ટી પ્લોટમાં શ્રમિકો માટે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. રેલ્વે તંત્ર દ્વારા તમામ કોચને સેનિટાઈઝડ કરવામાં આવ્યા હતા.ટિકીટ એક્ઝામિનર તથા વરિષ્ઠ અધિકારીશ્રીઓએ કતારબંધ ઉભા રહીને શ્રમિકોને ભાવસભર વિદાય આપી હતી.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here