ચુડાસમાની જીતને પડકારતી અરજીમાં આવ્યો નિર્ણય, કોંગી ઉમેદવાર અશ્વિન રાઠોડની તરફેણમાં આવ્યો ચુકાદો

દેવરાજ બુધેલીયા
ગુજરાતમાં કોરોનાના સંકટ વચ્ચે રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી અને ભાવનગરના પ્રભારી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની વિધાનસભાની ચૂંટણી મામલે ગુજરાત હાઇકોર્ટે મહત્વનો ચુકાદો આપતા ૨૦૧૭ ની ધોળકા બેઠકની ચૂંટણી રદ્દ કરી દીધી છે અને અશ્વિન રાઠોડની તરફેણમાં ચુકાદો આપ્યો છે. ૨૦૧૭ માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હાલના રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કોંગ્રેસના ઉમેદવારને હરાવી નજીવા મતથી (૩૨૭) જીત મેળવી હતી. આ મત ગણતરીમાં બેલેટ પેપરની ગણતરી કરવામાં ના આવતા સમગ્ર વિવાદ ઉદ્ભવ્યો હતો.

આ મામલે કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડે ફરિયાદ કરી હતી કે બેલેટ પેપરના ૪૨૯ જેટલા મત તેમના તરફી હતા તેને ધ્યાને લેવામાં આવ્યા ન હતા. જો આ મત રદ ન થયા હોત તો તેમનો વિજય થયો હતો. આ ઉપરાંત તેમનો આક્ષેપ છે કે તત્કાલિન ચૂંટણી અધિકારી ધવલ જાની દ્વારા મતગણતરીમાં ગેરરીતિ થઇ છે. આ કેસમાં તમામ પક્ષોએ તેમની રજૂઆતો પૂર્ણ કરી લીધી હોવાથી છેલ્લાં કેટલાંક સમયથી ચુકાદો અનામ રાખવામાં આવ્યો છે. ચૂંટણીમાં થયેલી મતગણતરીને લઇને હાઈકોર્ટે અવલોકન કર્યું છે. ૪૨૯ વોટ ગેરકાયદે રીતે બાકાત કરાયા હોવાનું હાઈકોર્ટે માન્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here