માધ્યમિક શાળા શૈક્ષણિક સંઘ દ્વારા મુખ્યમંત્રી રાહત નિધિ ફંડમાં 39 લાખ કરતાં પણ વધુનું અનુદાન

દેવરાજ બુધેલીયા
હાલ કોરોના મહામારીને નાથવા સૌ કોઈ પોતાનો યથાયોગ્ય સહયોગ આપી તંત્રને મદદરૂપ થઇ રહ્યા છે ત્યારે ભાવનગર જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિની પહેલને વધાવી જિલ્લાની સરકારી માધ્યમિક તથા ઉચ્ચત્તર માધ્યમિક શાળાના શિક્ષકમિત્રો અને વહીવટી કર્મચારીઓએ પોતાનો એક દિવસનો પગાર મુખ્યમંત્રી રાહત ફંડમાં અર્પણ કર્યો છે. આ અંગે વિગતે માહિતી આપતાં ગુજરાત રાજય આચાર્ય સંઘના મંત્રીશ્રી બળદેવસિંહ ગોહિલ જણાવે છે કે જિલ્લાના ગ્રાન્ટેડ શાળાના કર્મચારીઓ દ્વારા રૂ.34,42,640 તથા સરકારી શાળાના કર્મચારીઓ દ્વારા રૂ.4,72,843 મળીને કુલ રૂ.39,15,483 નું અનુદાન મુખ્યમંત્રી રાહતફંડમાં અર્પણ કરવા આજરોજ જિલ્લા ક્લેક્ટર શ્રી ગૌરાંગ મકવાણાને ચેક અર્પણ કર્યો હતો.અને કલેકટરશ્રી દ્વારા શિક્ષણ વિભાગના આ યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લાના શિક્ષકો પણ કોરોના વોરિયર્સની જેમ કોરોના મહામારી અંગેની ડોર ટુ ડોર જાગૃતિનું અભિયાન હોય, કોરોના સર્વેની કામગીરી હોય, બાળકોને અનાજ વિતરણની કામગીરી હોય કે રેશન શોપ ઉપર હાજર રહી અનાજ વિતરણની કામગીરી હોય આવી દરેક કામગીરીને રાષ્ટ્ર હિતમાં અગ્રતા આપી ખડેપગે કાર્ય કરી રહ્યાં છે. સાથોસાથ આ વિકટ પરિસ્થિતિમાં પણ સ્ટડી ફ્રોમ હોમ કાર્યક્રમને સફળ બનાવવા માટે પણ કાર્ય કામ કરી રહ્યાં છે. જે બદલ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી વ્યાસે જિલ્લાના તમામ શિક્ષક મિત્રો અને ઘટક સંઘોનો આભાર માન્યો હતો.

જિલ્લા ક્લેક્ટરશ્રીને ચેક વિતરણમાં જિલ્લા શિક્ષણાધિકારી શ્રી વ્યાસ, ઇ.આઈ. શ્રી પાંડે, સંચાલક મંડળના બુટાણી, ગ્રામ્ય આચાર્ય સંઘમાંથી શ્રી ગોવિંદભાઇ બતાડા, શહેર આચાર્ય સંઘના પરેશભાઈ ત્રિવેદી, બટુકભાઈ પટેલ, ઉચ્ચત્તર માઘ્યમિક શિક્ષણ સંઘના જીતેન્દ્ર કુમાર પાટીલ, માઘ્યમિક શિક્ષણ સંઘના સુરેશભાઇ પટેલ,મહાવીરભાઈ ડાંગર, વહીવટી સંઘમાંથી પંકજભાઈ રાજ્યગુરૂ તથા ગીરીશભાઈ પટેલ સહીતના આગેવાનો જોડાયાં હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here