ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા આજે કોરોના વોરિયર્સI અભિયાન લોન્ચિંગ પ્રસંગે સિહોર સાથે જિલ્લાના અગ્રણી ઉદ્યોગપતિ આગેવાનો સાધુ સંતો શ્રેષ્ટિઓની ઉપસ્થિતમાં સંવાદ યોજાયો

દેવરાજ બુધેલીયા
રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા તા.૨૧ થી તા.૨૭ મે સુધી રાજ્ય વ્યાપી “હુ પણ કોરોના વોરીયર્સ” કેમ્પેઈનનુ આયોજન હાથ કરવામા આવેલ છે. જેનો હેતુ ઘરના વડીલો, બાળકો અને બિમાર વ્યક્તિઓ ઘરની અંદર જ રહે તે બાબતે સમજણ આપવી, ધરની બહાર નિકળતી વખતે માસ્કનો ઉપયોગ તેમજ લોકો દ્વારા સોસ્યલ ડિસ્ટન્સીંગનુ અચુક પાલન થાય તેવી લોકજાગૃતિ અંગેની બાબતો આ કેમ્પેઈન દરમ્યાન આવરી લેવામા આવી છે. હું પણ કોરોના વોરીયર્સ કેમ્પેઈન અંતર્ગત આજ રોજ જિલ્લા કલેક્ટર કચેરીના વિડિયો કોન્ફરન્સ રૂમ ખાતે મુખ્યમંત્રીશ્રી સાથે સંવાદ યોજાયો હતો. જેમાં જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણા સહિત સિહોર સહિત ભાવનગર અને જિલ્લાના વિવિધ ક્ષેત્રના ૨૨ જેટલા શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ તકે જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણાએ જણાવ્યુ હતું કે આ કેમ્પેઇનનો મુખ્ય હેતુ લોકો સોશિયલ ડિસ્ટનસિંગના નિયમોનું પાલન કરે, માસ્ક પહેરે, તેમજ સેનેટાઈઝેશનનો ઉપયોગ કરે તે બાબતે તમામ વર્ગના લોકોનો સહયોગ મેળવવા માટે વિવિધ ક્ષેત્રના આગેવાનો,અગ્રણીઓ આ અભિયાન માં સહયોગી બને તે માટે મુખ્યમંત્રીશ્રીએ આ સૌ શ્રેષ્ઠીઓ સાથે સંવાદ કર્યો હતો. અગ્રણીઓ તથા મહાનુભાવો દ્વારા આ સંદેશ લોકો સુધી પહોંચે તે રીતનું આ કેમ્પેઇન અંતર્ગત આયોજન હાથ ધરવામાં આવેલ છે.

મુખ્યમંત્રીશ્રીએ આજરોજ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કરેલ સૂચનો અન્વયે તા.૨૨ મી તારીખે સેલ્ફી વીથ દાદા-દાદી, તા.૨૪ ના રોજ સેલ્ફી વીથ માસ્ક, ૨૬ મી તારીખે તમામ લોકો આરોગ્ય સેતુ એપ્લિકેશન ડાઉનલોડ કરે અને ઉપરોક્ત તમામ પ્રવૃત્તિના ફોટોગ્રાફ્સ પોતાના ફેસબુક, ટ્વીટર, ઈન્સ્ટાગ્રામ, વોટ્સએપ વગેરે એકાઉન્ટસના માધ્યમથી શૅર કરી ‘હું પણ કોરોના વોરીયર્સ’ કેમ્પેઇન નો હિસ્સો બને.હવે આપણે કોરોના સાથે લડવાનું છે અને સાથે સાથે આગળ પણ વધવાનું છે ત્યારે આ કેમ્પેઇન લોક જાગૃતિ માટે મહત્વનું સાબિત થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here