હોનેસ્ટના કે.કે.ના શિરે પ્રમુખનો તાજ અને ઇસ્કોનના આનંદ ઠક્કર ઉપપ્રમુખ બન્યા

મિલન કુવાડિયા
ભાવનગર ની સ્વાદ પ્રિય જનતા માટે કોરોના લોકડાઉનમાં સારા સમાચાર બહાર આવ્યા છે. ભાવનગર હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન કોવીડ ૧૯ ની મહામારી ને લીધે લિમિટેડ મેમ્બરો ની તેમજ સોશ્યિલ ડિસ્ટન્સ જાળવી ને તેમજ તંત્ર ના નીતિ નિયમો મેઇન્ટેન કરી ને મિટિંગ યોજાયેલી, તેમજ હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન ના તમામ મેમ્બરો દ્વારા સર્વાનુ મતે ભાવનગર ના હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન ના પ્રમુખ નો તાજ હોનેસ્ટ રેસ્ટોરન્ટ વાઘાવાડી રોડ ના ઓનર શ્રી કૃષ્ણદેવ સિંહ એસ સરવૈયા ( કે કે ) ને તેમજ ઉપપ્રમુખ તરીકે શ્રી આનંદ ભાઈ ઠક્કર ( ઈસકોન ક્લબ ) ની નિમણુક કરી છે.તેમજ એડવાઈઝરી કમિટીમાં શ્રી કોમલકાંત ભાઈ શર્મા ( લીલા ગ્રુપ ) શ્રી અંનિરૂદ્ધસિંહ ગોહિલ (રંગોલી પાર્ક ) શ્રી મેહુલભાઈ ભાઈ વડોદરિયા (એક્સ મેયર, ગાર્નીસ રેસ્ટોરન્ટ )તેમજ, સેક્રેટરી તરીકે શ્રી તુષારભાઈ જયસ્વાલ (ડિમ્પલ ફાસ્ટ ફૂડ ), અને ટ્રેઝરી તરીકે શ્રી દેવદત્ત ભાઈ કામદાર (શ્રીજી રેસ્ટોરન્ટ ), અને આમંત્રિત મેમ્બર તરીકે ચિન્મયભાઈ શાહ (બેસિલ હોટલ )ની નિમણુક કરવા માં આવી છે.તેમજ એક્ઝુકેટીવ કમિટીમાં કેતનભાઈ દેસાઈ, શક્તિસિંહ ગોહિલ,દિનેશ ભાઈ જોઢવાની,જયદીપ ધાંધિયા, ભાવિનભાઈ શાહ,અભિષેક ભાઈ, હર્ષ મેહતા, રાજદીપ સિંહ ગોહિલ,ઘનશ્યામભાઈ પાઉ,જયદેવ ગિરી ગોસ્વામી ની નિમણુક કરવા માં આવી છે.તેમજ નવા પ્રેસિડેન્ટ તેમજ વાઇસ પ્રેસિડેન્ટ દ્વારા આ એસોસિએશન ની આગળ ના કાર્યકમો ની રૂપરેખા નક્કી કરવામાં આવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here