જિલ્લામાં દલિતો પર થતા અત્યાચારને લઈ પૂર્વ મિનિસ્ટર ડો.દિનેશ પરમારની આગેવાનીમાં દલિત સમાજનું પ્રતિનિધિ મંડળ આવતીકાલે ભાવનગર ખાતે રેન્જ આઈજી અશોકકુમાર યાદવને રૂબરૂ મળશે: દલિતો ઉપર થતા અત્યાચારો અંગે રજુઆત કરશે

હરેશ પવાર
ભાવનગર જીલ્લા અને બોટાદમાં છેલ્લા એક વર્ષથી દલિતો ઉપર થતા અત્યાચારોમાં વધારો થયો છે ભાવનગર જીલ્લામાં એટ્રોસિટી કેસના આરોપીઓને ગંભીર ગુનામાં પણ માત્ર નોટિસો આપવામાં આવે છે બોટાદ જીલ્લાના વિકળીયા ગામે ઢસા પી.એસ.આઈ રાવળ દ્રારા દલિતોને ઢોર માર મરેલ જે ઉનાકાંડ ને તાજો કરાવે છે તે બધાની સામે પોલીસ ફરિયાદ થયેલ છતા પણ બોટાદ જીલ્લા પોલીસ વડા દ્રારા કોઈ કાર્યવાઈ કરવામાં આવેલ નથી લોકડાઉન માં પોલીસે દલિતોને જાહેર માં માર માર્યો અને પાલીતાણા માં દલિત યુવતી પર ગેગરેપ કરવા છતાં પણ તેના એક આરોપી ની જ ધરપકડ કરવામાં આવી.

પાલીતાણા ના ભૂતીયા ગામે દલિત વૃદ્ધ હાથ પગ ભાંગી નાખ્યા છતા પણ પી.એસ.આઈ.જાડેજા એ સામાન્ય કલમો લગાવી આરોપી જામીન મુકત થયા દાઠા પોલીસ સ્ટેશનમાં પી.એસ.આઈ વાઢેર સાત વર્ષથી નિચેના કેસમાં દલિતોને અડતાલીસ કલાક લોકઅપમાં રાખેલ છે અને પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી કેસના આરોપીઓને દસ મિનિટ માં ટેબલ જામીન આપે છે.દલિત મહિલા કોન્સ્ટેબલને બીજા પોલીસ કોન્સ્ટેબલ ઢોર માર મારે છે.દલિત મહિલા કોન્સ્ટેબલ ફરિયાદ કરે છે તો તેની જીલ્લા બહાર બદલી કરવામાં આવી છે.

આવા દલિત સમાજના વિવિધ પ્રશ્નોને લઈ આવતીકાલે પૂર્વ મિનિસ્ટર ડૉ દિનેશ પરમારની હાજરીમાં દલિત સમાજનું પ્રતિનિધિ મંડળ ભાવનગર રેન્જના આઈજી અશોકકુમાર યાદવને રૂબરૂ મળી રજૂઆત કરવામાં આવશે તેમ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના સહ કન્વીનર ની યાદીમાં જણાવાયુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here