ભાવનગર સર્ટી હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડની પી.ઓ.પી ની છત ધડાકાભેર તૂટી પડી, બે નો આબાદ બચાવ

બ્રિજેશ ગૌસ્વામી
ભાવનગર સર.ટી.હોસ્પિટલ ના ઇમરજન્સી વોર્ડ ની બહાર ના ભાગે પીઓપી ની સિલિંગ તૂટી પડી હતી.આ વોર્ડ ની બહાર મોટી સંખ્યામાં સામાન્ય રીતે દર્દી અને તેના સગા બેઠા હોય છે પર તું હાલ કોરોના ના કારણે આ વોર્ડ ની બહાર કોઈ ન હોય કોઇને ઇજા થવા પામી નથી. પરંતુ એક ઘાત ચોક્કસ ટળી એવું કહી શકાય.થોડા દિવસ અગાઉ ઓપરેશન થિયેટર માં પણ ચાલુ ઓપરેશને સ્લેબ નું ગાબડું પડ્યું હતું.જ્યારે આજે પીઓપી ની છત પડી છે.ધડાકા ભેર છત પડતા લોકો એકઠા થઈ ગયા હતા પરંતુ કોઈ જાનહાની થવા પામી ન હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here