સિહોરના રામભાઈ રાઠોડે જિલ્લા પોલીસ વડાને રજુઆત કરી કહ્યું ભાવનગર શિવસેનાના અગ્રણી રાજેશ ચૌહાણ પર થયેલા હુમલામાં આરોપીની તાત્કાલિક ધરપકડ કરી કડક કાર્યવાહી કરો

દેવરાજ બુધેલીયા
સિહોર ખાતે રહેતા અને ભાવનગર જિલ્લા શિવસેના પ્રમુખ રામભાઈ રાઠોડ દ્વારા ભાવનગર શિવસેના અગ્રણી રાજેશ ચૌહાણ પર થયેલા હુમલાને લઈ ભાવનગર જિલ્લા પોલીસવડા રૂબરૂ મળીને રજુઆત કરી હુમલામાં સંડોવાયેલા લોકોની તાત્કાલિક ધરપકડ કરીને કાર્યવાહીની માંગ કરી છે તાજેતરમાં ભાવનગર શહેરના સરિતાના નાકા ડી ડિવિઝન પોલીસ મથકની હદમાં શિવસેના અગ્રણી રાજેશ ચૌહાણ પર હુમલાની ઘટના બની હતી જેઓને સારવાર માટે સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે.

જ્યાં તેઓની હાલત પણ ગંભીર હોવાથી હુમલા કરનાર ઇસમોની તાત્કાલિક ધરપકડ થાય તેવી માંગ શિવસેના અગ્રણી દ્વારા કરવામાં આવી છે પત્રમાં વધુમાં જણાવ્યું છે કે સમગ્ર ઘટનામાં ૩૦૭ ની કલમનો ઉમેરો કરવામાં આવે તેમજ હુમલાખોરોને મદદ કરનારની પણ ધરપકડ કરવામાં આવે અને જેલહવાલે કરવામાં આવે તેવી માંગ જિલ્લા શિવસેના પ્રમુખ રામભાઈ રાઠોડે ભાવનગર એસપીને રૂબરૂ મળી સમગ્ર ઘટનામાં ઘટતું કરવામી માંગ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here