આનંદનગર અને અલકા ટોકીઝના કોરોના સંક્રમિત દર્દીએ સારવાર દરમ્યાન દમ તોડતા મૃત્યું આકં ૧૨ થયો : આજે ૮ પૈકીનાં ૫ કેસનું અમદાવાદ કનેકશન

બ્રિજેશ ગૌસ્વામી
ભાવનગર અને જિલ્લામાં આજે બુધવારે કોરોના વિસ્ફોટ થયો છે અને એક સાથે ૮ કેસ નોંધાતા ફફડાટ મચી ગયો છે. જો કે, ૮ પૈકી ૫ કેસ અમદાવાદ કનેકશનનાં છે ત્યારે ૩ કેસ લોકલ સંક્રમિત હોવાનું ડીડીઓએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ભાવનગરમાં આજના ૮ કેસ સાથે કોરોના દર્દીનો આકં ૧૫૦ પર પહોંચી ગયો છે. આ સાથે ભાવનગરમાં આજે કોરોનાથી એક દર્દીનું મોત પણ નીપજ્યું છે. આજે સવારે જિલ્લા વિકાસ અધિકારી બરનવાલએ આ અંગેની માહિતી જાહેર કરી હતી.

જેમાં ૮ પૈકી ૫ કેસની ટ્રાવેલ હિસ્ટ્રી અમદાવાદની હોવાનું જણાવ્યું હતું. ભાવનગરમાં અગાઉ તા.૩ જુનનાં કોરોનાથી સંક્રમિત થયેલ આનંદનગરનાં ૬૬ વર્ષિય ધનજીભાઇ દુદાભાઇ સોલંકી તેમજ અલકા ટોકીઝ ખાતે રહેતા સવિતાબેન સવજીભાઈ ડોડીયા હોસ્પિટલનાં બિછાને મૃત્યું થયું હતું આ સાથે ભાવનગરમાં કોરોનાથી મૃત્યું આકં ૧૨ થયો છે અને ચાર દર્દીઓ કોરોના મુક્ત થતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here