૧૦૮ મારફત તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે, પરિવારના પાંચેય સભ્યો સારવાર હેઠળ

બ્રેકીંગ ન્યુઝ રાત્રીના ૮..૩૦ કલાકે.
શંખનાદ કાર્યાલય

ભાવનગરના ભરતનગર માલધારી સોસાયટીમાં એક જ પરિવારના પાંચ સભ્યોએ સામુહિક ઝેરી દવા પી લેતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.એક જ પરિવારના ૫ લોકોએ ઝેરી દવા પી લીધી છે. જેમાંપતિ-પત્ની, બે દીકરીઓ અને એક દીકરાએ દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે.તમામને ૧૦૮ દ્વારા હોસ્પિટલ ખસેડાયા છે. વધુ વિગત મેળવાઇ રહી છે.ઘરેલું ઝઘડાના કારણે પતિ, પત્ની, બે દીકરીઓ અને એક દીકરાએ ઝેરી દવા પીધી હોવાનું અને જમીનના વિવાદના કારણે ઘણા સમયથી ઝઘડો ચાલી રહ્યો હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે.

હાલ પરિવારના પાંચેય સારવાર હેઠળ છે ભાવનગરના ભરતનગર માલધારી સોસાયટીમાં રહેતા એક પરિવારના પતિ પત્ની પુત્ર અને પુત્રી સહિતએ સામુહિક ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ૧૦૮ દ્વારા સારવાર અર્થે સર.ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે વધુ વિગતોની રાહ જોવાઇ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here