ભાવનગરમાં માઘવદર્શન કોમ્પ્લેક્સ પાસે હિટ એન્ડ રનની ઘટના, ૨૦ વાહનોને અને બે લોકોને અડફેટ લીધા, એકનું સારવાર દરમિયાન મોત

બ્રિજેશ ગૌસ્વામી
ભાવનગર શહેરના રાધા મદિર ચોક વિસ્તારમાં આજે સવારે ૧૧ વાગ્યા આજુબાજુ હીટ એન્ડ રન ની ઘટના બની હતી. જેમાં વાઘાવાડી રોડ પરથી આવી રહેલી રાજ ટ્રાવેલ્સ ની મીની બસના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા કે બ્રેક ફેઈલ થઇ જતા તે માધવદર્શન કોમ્પલેક્ષના પાર્કિંગમાં ઘુસી ગઈ હતી અને પાર્કિંગ માં રહેલા ૨૦ જેટલા સ્કુટર અને બાઈક ને અડફેટે લીધા હતા. જેમાં ૭ જેટલા બાઈક અને સ્કુટર નો કચ્ચરઘાણ વળી ગયો હતો. જયારે બસે બે લોકોને અડફેટે લેતા તેને ઈજા થવા પામી હતી.

જેને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવારમાં ખસેડવા આવ્યા હતા. જયારે બસ ચાલક અકસ્માત સર્જી નાસી છૂટ્યો હતો. બસમાં બસ ચાલક સિવાય અન્ય કોઈ મુસાફર ના હોય બીજી કોઈને ઈજા થવા પામી ન હતી. આ ઘટના બનતા લોકોના ટોળેટોળાં એકઠાં થઇ ગયા હતા અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલ બંને ને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ જયાં સારવાર દરમ્યાન યોગેશભાઈ પ્રફુલ્લભાઈ મણીયારનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here