ભાવનગરના રાષ્ટ્રીય કદાવર નેતા શક્તિસિંહ ગોહિલની રાજ્યસભામાં જીત નક્કી, જિલ્લાભરમાં ખુશીની લહેર

ઓન ધી સ્પોટ..રાત્રીના ૯.૧૦ કલાકે
મિલન કુવાડિયા

ભાવનગરના રાષ્ટ્રીય કદાવર અને દિગગજ નેતા શક્તિસિંહ ગોહિલની રાજ્યસભામાં ચૂંટણીમાં જીત લગભગ નક્કી બની છે આજે રાજ્યસભાની ચૂંટણીને લઈ મતદાન હતું હાલ આ લખાઈ છે ત્યારે રાત્રીના ૯.૧૦ કલાક આસપાસ મતગણતરી પણ શરૂ થઈ છે અને થોડી વારમાં પરિણામ પણ આપ સમક્ષ આવી જ જશે જેમાં ભાવનગરના કદાવર નેતા શક્તિસિંહ ગોહિલની જીત નક્કી દેખાઈ છે વર્ષોથી ભાવનગર જિલ્લાનું નેતૃત્વ કરનાર કોલેજકાળથી રાજકારણ સાથે જોડાયેલા મૂળ સિહોર નજીકના લીમડા ગામના રહેવાસી શક્તિસિંહ ગોહિલ રાષ્ટ્રીય સ્તરે નેતૃત્વ કરે છે કોંગ્રેસના રાષ્ટ્રીય અને દિગગજ નેતાઓના નજીકના મનાઈ છે.

જેઓની ગુજરાતની રાજ્યસભા ચૂંટણીમાં પસંદગી કરવામાં આવી હતી આજે યોજાયેલ રાજ્યસભાની ૪ બેઠકની ચૂંટણી માટે ૪ વાગ્યે મતદાન પૂર્ણ થઈ ગયું હતું અને સાંજના ૫ વાગ્યે મત ગણતરીમાં શરૂ થવાની હતી પરંતુ કોંગ્રેસની અરજીને કારણે વિલંબ થયો હતો. મતગણતરી દરમિયાન કોંગ્રેસે ચૂંટણી પંચ સમક્ષ ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને કેસરીસિંહ સોલંકીના મતને ચૂંટણીપંચ સમક્ષ વાંધો ઉઠાવ્યો છે. જો કે કોંગ્રેસની આ અરજીને ચૂંટણીપંચે કહ્યું છે કે, કોંગ્રેસે આ વાંધો મતદાનના સમયે ઉઠાવવાનો હતો, મતગણતરીના સમયે નહીં કહીને આ વાંધો ફગાવી દીધો છે.

ત્યાર બાદ મતગણતરી શરૂ કરવામાં આવી છે જેમાં ભાવનગર જિલ્લાના દિગગજ નેતા શક્તિસિંહ ગોહિલની જીત નક્કી માનવામાં આવે છે ત્યારે જીલ્લાભરમાં કાર્યકરો શુભેચ્છકો આગેવાનો અને કોંગ્રેસીઓમાં ખુશીની લહેર વ્યાપી છે આવનારા દિવસોમાં ભાવનગરનો અવાજ દિલ્લી સુધી ગુંજશે તે પાક્કું.
ફાયનલ રિઝલ્ટની રાહ જોવાઇ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here