આવતીકાલે ૨૧ જૂન ઇન્ટરનેશનલ યોગ દિવસના ભાગરૂપે કાર્યક્રમ, ૭/૧૫ થી ફેસબુક પર લાઈવ

મિલન કુવાડિયા
હાલમાં કોરોના જેવી વૈશ્વિક મહામારી ચાલી રહી છે, ત્યારે આવતીકાલે ૨૧ જૂન એટલે ઈન્ટરનેશનલ યોગ દિવસ જેમાં દર વર્ષે દરેક રાજ્ય, જિલ્લા, શહેર, તાલુકા અને ગામે ગામ આ યોગ દિવસ ઉજવાય છે, જેમાં આ દિવસે લોકો યોગ અને કસરતનું પ્રેક્ટીકલ કરે છે, ત્યારે હાલની પરિસ્થિતિને જોતા અને કોરોના વાયરસનાં સંક્રમણ ને વધુ વેગ ના મળે તે માટે કોઈ મોટા મેળાવડા કે વિશાળ સંખ્યામાં કોઈ કાર્યક્રમ કરી શકતા ન હોય.

તેવામાં આપણુ ભાવનગર ફેસબુક પેજ @Apnubhavnagar દ્વારા આજના યોગ દિવસ પર યોગના કોચ શ્રી નીતિનભાઈ કુકડીયા અને શ્રી ગોરલ બેન પટેલ તેમજ યોગ પ્લેયર શ્રી હેત્વી વ્યાસ સાથે મળી ભાવનગરના લોકોને ઓનલાઇન યોગ કરાવશે, તો નીચેની લીન્ક ખોલી તમે આજે સવારે ૭:૧૫ વાગ્યે લાઈવ યોગા કાર્યક્ર્મ જોઈ શકો છો, અથવા ત્યારબાદ પણ આ વિડિયો આપણુ ભાવનગર પેજમાં જોઈ શકાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here