એક પણ શાળા બંધ થઈ તો યુવક કોંગ્રેસ રોડ પર ઉતરી આવશે, પ્રદેશના યુવા નેતાઓની હાજરીમાં જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા આવેદન

 

સલીમ બરફવાળા
સરકાર દ્વારા સરકારી શાળાઓ ને મર્જ કરવાનો નિર્ણય છે તેને યુવા કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે, આજે યુવા કોંગ્રેસના પ્રદેશ અગ્રણીઓ ઉપસ્થિતિમાં ભાવનગર જિલ્લાયુવા કોંગ્રેસ દ્વારા નાયબ જીલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવી અને રજૂઆત કરી હતી અને આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી સરકાર દ્વારા સરકારી શાળાઓને મર્જ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તેને લઈને કોંગ્રેસ દ્વારા તેનો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે, આજે ભાવનગર યુવા કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા સૌરાષ્ટ કોંગ્રેસ યુવા મોર્ચા ના મંત્રી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ યુવા મોર્ચાના મંત્રીની આગેવાનીમાં મોટી સંખ્યામાં એકઠા થઇ અને સરકાર સામે સુત્રોચ્ચાર કરી અને નાયબ જીલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

 

સરકારી શાળાઓને મર્જ નહિ કરવા સરકાર ને રજૂઆત કરવામાં આવી હતી, તેમને જણાવ્યું હતું કે સરકાર દ્વારા ખાનગી શાળાઓને પ્રોત્સાહન આપવા માટે સરકારી શાળાઓ મર્જ કરી રહી છે કે બંધ કરી રહી છે, માટે સરકાર ખાનગી શાળાને પ્રોત્સાહન આપવાના બદલે સરકારી શાળાને પ્રોત્સાહન આપે તેવી રજૂઆત કરવામાં આવી હતી સાથે સાથે રજૂઆત કરવામાં આવી હતી કે જો સરકાર દ્વારા આગામી સમયમાં આ નિર્ણય નહી રદ કરે તો સંમગ્ર ગુજરાતમાં યુવા કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલનો કરવામાં આવશે અહીં ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના પ્રભારી સીતારામ લાંબા, સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી, આદિત્યસિંહ ગોહિલ, ગુજરાત પ્રદેશ મંત્રી લાલભા ગોહિલ, જિલ્લા યુવક કોંગ્રેસ રાજકુમાર મોરી સહિત જિલ્લા યુવક કોંગ્રેસના આગેવાન કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here