૫૫ કરોડ લીટર પાણીનો થશે વધુ સંગ્રહ, સુજલામ સુફલામ યોજના હેઠળ કામો પૂર્ણ.
૪૮૨ જગ્યા પર લોકભાગીદારી થી ૧૫ કરોડ ના ખર્ચે કામો પૂર્ણ કરાયા, અંદાજિત ૫૫૦૨૪૩ ઘન મી. ખોદાણ કામ કરાયું.
હરેશ પવાર
આશરે જેમાં ૫૫ કરોડ લીટર પાણી નો સંગ્રહ થશે, માનવી અને અબોલ પશુ અને પક્ષીઓ ને પણ આ પાણીનો સીધો લાભ મળશે.લોકડાઉન વચ્ચે પણ આગામી ચોમાસાને ધ્યાનમાં રાખી રાજયસરકારે સતત ત્રીજા વર્ષે પણ સુજલામ સુફલામ યોજનાને અમલી બનાવી હતી. ભાવનગર જીલ્લામાં વર્ષ ૨૦૧૮ થી શરુ થયેલી સુજલામ સુફલામ યોજનામાં વર્ષ ૨૦૨૦ માં પાણીની સમસ્યાના નિવારણ માટે તળાવ-નદીઓ અને ચેકડેમોને ઊંડા કરવા તેમજ સાફસફાઈ કરવાનું કામ “સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૦” અંતર્ગત હાથ ધરવામાં આવ્યું છે. જેમાં લોકભાગીદારીથી રૂ. ૧૫ કરોડના ખર્ચે (૬૮૩+૧૩૪) કામોનું આયોજન કરવામાં આવેલ.
જે પૈકી કુલ ૪૮૨ કામો પૂર્ણ કરવામાં આવ્યા તથા અંદાજિત ૫૫૦૨૪૩ ઘન મી. ખોદાણ કામ કરાયું છે જેમાં ૫૫ કરોડ લીટર પાણી નો સંગ્રહ થશે દેશના વિકાસનો મૂળભૂત આધાર પાણી છે. દેશના સર્વાંગી વિકાસ માટે પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ થાય અને પાણીનો ખોટો વ્યય ન થાય અને જળસંચયની ક્ષમતામાં વધારો થાય તે જરૂરી છે. જેની જવાબદારી વહીવટીતંત્ર અને પ્રજાની સામુહિક બને છે, ગત ચોમાસું સારું રહેતા આ વર્ષે હજુ પાણીનો પોકાર ખુબ ઓછો જોવા મળી રહ્યો છે. ત્યારે આવનારા સમયમાં રાજ્યમાં પીવાના પાણીની મુશ્કેલીના પડે તે અંગે રાજ્યસરકાર દ્વારા સતત ત્રીજા વર્ષે “સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૦” હાથ ધરવામાં આવ્યું છે.
લોકડાઉન વચ્ચે પણ ભાવનગર જીલ્લાના તમામ તાલુકાઓમાં ૬૮૩+૧૩૪ જગ્યાઓ પર તળાવ, નદીઓ અને ચેકડેમો ને ઊંડા ઉતારવા અંગેનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોકભાગીદારી થી ૧૫ કરોડ કરતા વધુ રકમના ખર્ચે ૪૮૨ જગ્યાઓ પર સુજલામ સુફલામ યોજના હેઠળ અંદાજિત ૫૫૦૨૪૩ ઘન મી. ખોદાણ કામ કરાયું છે અને આશરે જેમાં ૫૫ કરોડ લીટર પાણી નો સંગ્રહ થશે.જે આવનારા સમયમાં ચોમાસાના પાણીથી ભરાઈ જશે તો પાણીના તળ ઉંચા આવશે અને ખેતીમાં પણ ફાયદાકારક બનશે સાથે સાથે માનવી અને અબોલ પશુ અને પક્ષીઓને પણ આ પાણીનો સીધો લાભ મળશે.