જિલ્લા પંચાયત કચેરી ખાતે લોકાર્પણ કરાયું છે પશુપાલકો ૧૯૬૨ ઉપર કોલ કરીને સવારના ૭ થી રાતના ૭ વાગ્યા સુધી મફત સેવા મેળવી શકશે


હરેશ પવાર
ગુજરાત સરકાર દ્વારા તાત્કાલિક માનવ સારવાર માટેની ૧૦૮ સેવા જેવી જ પશુઓની જીવન રક્ષક સારવાર ૧૯૬૨ આધારિત ફરતા પશુ દવાખાનાની પહેલરૂપ સેવા શરૂ કરી છે. જે અંતર્ગત આજે સિહોરને બાદ કરતાં ભાવનગર જિલ્લાને પણ ૮ પશુ વાન અર્પણ કરાઈ હતી. જેને લીલી ઝંડી આપી રાજ્ય શિક્ષણમંત્રી શ્રી વિભાવરીબેન દવેએ જિલ્લા પંચાયત કચેરી, ભાવનગર ખાતેથી પ્રસ્થાન કરાવ્યુ હતુ. જિલ્લામાં ૧૦ ગામ દીઠ એક મોબાઇલ પશુ દવાખાના યોજનાનું જિલ્લા પંચાયત કચેરી ખાતે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

જેમાં  પ્રમથ તબક્કામાં જિલ્લામાં ૮ મોબાઇલ પશુ દવાખાનાની ફાળવણી કરાઇ છે.  જેની સેવા ૮૦ ગામોને મળશે. બીજા તબક્કામાં અન્ય ૧૯ મોબાઇલ પશુ દવાખાનાની ફાળવણી કરાશે. આ સેવા ૩૬૫ દિવસ સવારના ૭ થી રાતના ૭ વાગ્યા સુધી મફતમાં પુરી પડાશે. મફત સેવા માટે પશુપાલકોએ ટોલ ફ્રી નંબર ૧૯૬૨ ઉપર કોલ કરીને ઘેરબેઠા મદદ મેળવી શકાશે.

પશુઓની સારસંભાળ અને દેખરેખ માટે પશુપાલકોને મોટી રાહત મળી રહી તે માટે પશુપાલન ખાતા દ્વારા  ‘કરૂણા એમ્બ્યુલન્સ ૧૯૬૨ ‘તથા જીવીકે-૧૦૮ મારફતે પીપીપી ધોરણે મોબાઇલ પશુ દવાખાનાની નિશૂલ્ક સેવા શરૂ કરવામાં આવી છે આઠ તાલુકાના ૮૦ ગામો માટે ૮ મોબાઇલ પશુ દવાખાનાનું લોકાર્પણ કરી દેવામાં આવ્યું છે. જેમાં કરદેજ, રામપર, ઠળીયા, તરસરા, તરેડ, કુંભણ, પરવાળા, તોતણીયાણા સહિતના ૮ પશુ દવાખાનાઓમાં આ વાન ઉપલબ્ધ કરાવાઇ છે.

આ વાન તેની આજુબાજુના ૧૦ ગામોમાં તેની સેવા વર્ષના ૩૬૫ દિવસ સવારના ૭ઃ૦૦ થી રાતના ૭ઃ૦૦ વાગ્યા સુધી ઘેરબેઠા આપશે.  પશુપાલકોએ ઘેરબેઠા સેવા મેળવવા માટે ટોલ ફ્રી નંબર ૧૯૬૨ ઉપર કોલ કરવો પડશે.  તો આ યોજના અંતર્ગત સમાવિષ્ટ ગામોમાં  પશુ આરોગ્ય ઇમરજન્સી સેવા પુરી પડાશે. આ યોજનાથી પશુપાલકોને મોટી રાહત થઇ જશે જોકે આ યોજનામાંથી સિહોરની બદબાકી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here