૨૨૦ લોકોએ પોલીસ મદદ યુનિટમાં લોકડાઉનમાં માનદ સેવા આપી હતી

દર્શન જોશી
ભાવનગર હિંદુ જાગરણ મંચ દ્વારા કોરોના વાયરસની મહામારીમાં લોકડાઉન દરમિયાન લોકોને તેમજ પોલીસની મદદ માટે અનેક સેવાકીય કાર્ય હાથ ધર્યા હતા. હિંદુ જાગરણ મંચના સ્વયંસેવકો દ્વારા ૪૩૨ રાશનકીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે ૨૨૦ સેનેટાઈઝર અને ૩૬૫૦ માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. લોકડાઉન દરમિયાન ભાવનગરમાં ૧૨૦૦ થી વધુ લોકોને સ્વયંસેવકો દ્વારા સહાય પુરી પાડવામાં આવી હતી. ૩૦૦ થી વધુ લોકો માટે ચા નાસ્તા ના ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ખાસ કરીને લોકડાઉન દરમ્યાન રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવતી પોલીસને સપોર્ટ આપવા માટે હિંદુ જાગરણ મંચના ૨૨૦ થી વધુ સ્વયંસેવકો દ્વારા લોકડાઉન ૧,૨ અને ૩ દરમિયાન પોલીસની સાથે રહીને શહેરમાં વિવિધ પોઇન્ટ ઉપર માનદ સેવા આપી ને દેશ ઉપર આવેલી આફ્તમાં આગળ આવીને દેશ સેવા કરી હતી. હિંદુ જાગરણ મંચ દ્વારા આવા અનેક સેવાકીય કાર્ય લોકડાઉન દરમ્યાન કરીને લોકોને બને એટલી મદદ પહોચાડીને સરાહનીય કામગીરી હાથ ધરી હતી.

આ સમગ્ર કામગીરીમાં હિંદુ જાગરણ મંચના સંયોજક અલ્પેશ શાહ, શહેરની કોર ટીમના શહેર અધ્યક્ષ અનિરાજસિંહ કાઠી, ઉપાધ્યક્ષ કિશોરભાઈ રબારી, મહામંત્રી મહેન્દ્રસિંહ ચાવડા, ટીમના વિજયભાઈ જોગરણા, કલ્પેશ જાદવ, દિશાન્ત શાહ, દિનેશભાઇ સહિતની સમગ્ર હિંદુ જાગરણ મંચની ટિમ દ્વારા મહેનત કરીને પ્રશંસનિય કામગીરી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here