અધેવાડા ગામે રૂમ ભાડે રાખી કોમ્પ્યુટરની મદદથી આરટીઓ દ્વારા અપાતા ડુપ્લીકેટ લર્નીગ લાયસન્સ બનાવી અનેકને ધાબડી દીધા

દેવરાજ બુધેલીયા
ભાવનગરના અઘેવાડામાં રૂમ ભાડે રાખી ડુપ્લીકેટ લર્નીગ લાયસન્સ બનાવવાનું કૌભાંડ ચાલતું હોવાની બાતમીના આધારે એસઓજી સ્ટાફે દરોડો પાડી બે શખ્સોને સાત ડુપ્લીકેટ લર્નીગ લાયસન્સ સાથે ઝડપી લીધા છે. આ અંગેની પોલસમાંથી પ્રાપ્ત વિગત મુજબ અલંગ પાસે આવેલા સોસીયાના વતની શરદ છગન વેગડ, તેના માસીયાય ઘોઘા તાલુકાના નેસવડાતા ગામના ક્રિષ્ના ઉર્ફે કાનો મનજી સોલંકી નામના શખ્સ અઘેવાડા ગામમાં લર્નીગ લાયન્સ ડુપ્લીકેટ બનાવતા હોવાની બાતમીના આધારે એસઓજી પી.આઇ. એસ.એન. બારોટ, હેડ કોન્સ્ટેબલ બાવકુદાન કુંચાલા, મહાવીરસિંહ ગોહિલ અને ઓમદેવસિંહ જાડેજા સહિતના સ્ટાફે દરોડો પાડયો હતો.

બન્ને પાસેથી જુદા જુદા નામના સાત જેટલા ડુપ્લીકેટ લર્નીગ લાયસન્સ મળી આવ્યા હતા. તેઓની પૂછપરછ કરતા શરદ વેગડ પોતાને આરટીઓના એજન્ટ તરીકે ઓળખ આપી આરટીઓ એજન્ટ દ્વારા વેચાણ કરતા હોવાની કબુલાત આપી છે. આરટીઓમાંથી ડ્રાઇવીંગ લાયસન્સ પૂર્વે લર્નીંગ લાયસન્સ માટે કમ્પ્યુટરની પરિક્ષા પાસ કરવી ફરજીયાત હોય છે પરંતુ નિયમત કરેલી ફી કરતા વધુ પૈસા પડાવી બંને શખ્સોએ આરીટીઓ દ્વારા અપાતા લર્નીંગ લાયન્સ જેવું જ ડુપ્લીકેટ લાયસન્સ બનાવી જરૂરીયાત મંદને ધાબડી દેતા હોવાની અને ડુપ્કીટે લર્નીગ લાયસન્સ બનાવવા માટે અધેવાડામાં રૂમ ભાડે રાખી ડુપ્લીકેટ લર્નીગ લાયસન્સ બનાવતા હોવાની કબુલાત આપી છે. બન્ને શખ્સો પાસેથી કમ્પ્યુટર સહિત રૂા.૨૮ હજારનો મુદામાલ કબ્જે કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here