ભાવનગર યુનિવર્સિટીની પરીક્ષા મોકુફ, હવે પછી નવી તારીખ વેબસાઈટ પર જોઈ શકાશે

શંખનાદ કાર્યાલય
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીની યાદીમાં જણાવવાનું કે , કેન્દ્ર સરકારશ્રી અને રાજય સરકારશ્રીની સૂચના અન્વયે યુનિવર્સિટી દ્વારા આગામી તા .૦૭ / ૦૭ / ૨૦૨૦ થી શરૂ થતી યુ.જી સેમ . – ૬ તથા પી.જી. સેમ . – ૨ અને ૪ , એલ.એલ.બી. સેમ . – ૨,૪ અને ૬ તથા બી.એ. સેમ . – ૨ અને ૪ , બી.એ. ( એચ.આઈ . ) સેમ . – ૨ અને ૪ જેવી તમામ પરીક્ષાઓ તેમજ તા .૦૬ / ૦૭ / ૨૦૨૦ થી શરૂ થતી મેડીકલ તથા પેરા મેડીકલની પરીક્ષાઓ પણ હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવેલ છે . સદરહુ પરીક્ષાઓના કાર્યક્રમની જાહેરાત હવે પછીથી સરકારશ્રીમાંથી આદેશ મળ્યાથી કરવામાં આવશે અને યુનિવર્સિટીની વેબસાઈટ પર જાણ કરવામાં આવશે . જેની સંબંધિત સર્વોએ નોંધ લેવા વિનંતી તેવું યુનિવર્સિટીની અખબાર યાદીમાં જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here