ગુજરાત કોળી સેના પ્રમુખ તરીકે હીરાભાઈ સોલંકી ની નિયુક્તિ, મોટાભાઈ ના આશીર્વાદ લેવા ભાવનગર પહોંચ્યા હીરાભાઈ.

દેવરાજ બુધેલીયા
સમાજના લોકોએ ફુલહાર થી કર્યું સ્વાગત, સમાજ ના ઉત્કર્ષ માટે તમામ કામો કરશે.

ભાવનગર માં આજે રાજુલા જાફરાબાદ ના પૂર્વ ધારાસભ્ય અને કોળી સમાજ ના નેતા હીરાભાઈ સોલંકી કે જેની તાજેતરમાં ગુજરાત કોળી સમાજ પ્રમુખ તરીકે વરણી થતા આજે તેઓ તેના મોટાભાઈ અને ગુજરાત સરકારના મંત્રી એવા પરસોત્તમભાઈ સોલંકી ના ઘરે આશીર્વાદ માટે પહોંચ્યા હતા.જ્યાં તેની સાથે મોટી સંખ્યામાં કોળી સમાજના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા. કોરોના ના કારણે તમામ નિયમો નું પાલન કરી ભાઇ ના આશીર્વાદ મેળવી તેઓ સમાજના આગેવાનો અને કાર્યકરો સાથે મળ્યા હતા.

જ્યાં તેમનું ફૂલ હાર થી અદકેરું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ મીડિયા સમક્ષ કહ્યું કે તેઓને સમાજ દ્વારા સોંપવામાં આવેલી જવાબદારી માટે તૈયાર છે અને સમાજના તમામ ઉમદા કાર્યો થાય તેવી કામગીરી કરશે.જ્યારે એક ચર્ચા કે જેમાં કોળી સમાજ દ્વારા હીરાભાઈ ને ગુજરાત પ્રદેશ પ્રમુખ બનાવવા ની માંગ અંગે કહ્યું કે તે પક્ષ નો કાર્યકર છે અને પક્ષના આદેશનું પાલન કરશે.જ્યારે નક્કી પક્ષ કરશે કે કોને કઈ જવાબદારી સોંપવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here