પચાસ લાખથી વધુના સસ્તા અનાજનો જથ્થો તંત્રએ સિઝ કરી દીધો

દેવરાજ બુધેલીયા
મામલતદારશ્રી, મહુવા દ્વારા તા.૧૩-૪-૨૦૨૦ના રોજ નેસવડ ચોકડી પાસે મહુવા-સોમનાથ હાઈવે ઉપર રોડની પશ્ચિમ બાજુએ જી.આઈ.ડી.સી. પ્લોટ નં.૧૦ ખાતે આવેલ શ્રી ઘનશ્યામસિંહ ભીખુભા ગોહિલના કબ્જાના ગોડાઉનમા આકસ્મિક તપાસણી કરીને સસ્તા અનાજ તળે વિતરણ થતા ઘઉં તથા ચોખાના જથ્થા સહીતનો કુલ રૂ.૫૧,૪૬,૬૫૦/-નો મુદામાલ સીઝર કરવામાં આવ્યો છે.તેમજ આવશ્યક ચિજવસ્તુ અધિનિયમ-૧૯૫૫ મુજબ કલેકટરશ્રી, ભાવનગરના તા.૪-૭-૨૦૨૦ના હુકમથી શ્રી ઘનશ્યામસિંહ ભીખુભા ગોહિલના ગોડાઉન ખાતેથી સીઝર કરવામા આવેલ રૂ.૫૧,૪૬,૬૫૦/-નો તમામ જથ્થો ૧૦૦% રાજ્યસાત કરવામા આવેલ છે.આ અંગે જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, ભાવનગર દ્વારા તમામ વેપારીઓને જણાવવામા આવ્યું છે કે સરકારશ્રીની જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ જરૂરીયાતમંદોમા વિતરીત થતા સસ્તા અનાજનો સંગ્રહ કરવો અથવા બિનકાયદેસર વેચાણ કરવુ એ કાયદેસરનો ગુન્હો બને છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here