બાલયોગીનગરના પ્લોટ નં.૧૨ નો બનાવ, જીતેન્દ્રસિંહ ની લાશ લટકતી મળી, પરિવાજનોએ લુટ વિથ મર્ડરની આશંકા વ્યક્ત કરી, પોલીસે હત્યાની આશંકાએ તપાસ હાથ ધરી.

હરીશ પવાર
ભાવનગર શહેરના ઘોઘારોડ નજીકના બાલયોગીનગર વિસ્તારના પ્લોટ નં. ૧૨ માં રહેતા જીતેન્દ્રસિંહ હેમુભા ગોહિલ નામના શખ્સનો મૃતદેહ તેમનાજ ઘરમાં ગળાફાંસો ખાઈ લટકતી હાલત માં ગત રાત્રીના ૧૨.૩૦ કલાકે મળી આવ્યો હતો. આ ઘટનામાં મૃતકના ભાઈએ લુટ વિથ મર્ડરની આશંકા વ્યક્ત કરી ફરિયાદ નોંધાવી હતી. જયારે પોલીસે આ બનાવમાં હત્યાની આશંકાએ આગળ તપાસ હાથ ધરી છે. શહેરના બાલયોગીનગર વિસ્તારના પ્લોટ નં. ૧૨ માં રહેતા જીતેન્દ્રસિંહ હેમુભા ગોહિલ  કે જે ગત રાત્રીના સમયે પોતાના ઘરે એકલા હોય.

તેમના પત્ની તેની બહેન ના ઘરે ગયા હોય ત્યારે રાત્રીના ૧૨.૩૦ કલાકે તેનો પુત્ર ઘરે આવતા ઘરના ઉપરના માળે તેમના પિતાની લાશ લટકતી હાલતમાં મળી આવી હતી. લટકતી અવસ્થામાં પિતાની લાશ જોઈ ગભરાઈ ગયેલા પુત્રએ આ બનાવની જાણ પરિજનો અને પોલીસ ને જાણ કરી હતી જ્યારે ઘરમાં બધું વેરવિખેર હોય ત્યારે પરિજનોએ આ બનાવમાં આત્મહત્યાને બદલે ચોરી સાથે હત્યાની શંકા દર્શાવી છે અને જેમાં જીતેન્દ્રસિંહને મારીને લટકવી દીધાની આશંકા પરિજનોએ વ્યક્ત કરતા પોલીસે લાશને પેનલ પીએમ માટે સરકારી દવાખાને મોકલી આપી આ બનાવ માં વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here