અનલોકમાં હવે લોકો સ્વયં જાગૃત બને માસ્ક પહેરે તથા સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે – ભુપેન્દ્રસિંહ

મિલન કુવાડિયા
ભાવનગર કલેકટર કચેરી ખાતે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા તથા રાજ્યમંત્રી વિભાવરીબહેન દવેના અધ્યક્ષસ્થાને જિલ્લામાં કોરોના સ્થિતિ અંગેની સમીક્ષા બેઠક મળી હતી જેમાં શિક્ષણમંત્રીએ જિલ્લાની કોરોના સંક્રમણને અટકાવવા અંગે થયેલ કામગીરી, લેવામાં આવેલ વિવિધ પગલાઓ, તથા આગામી આયોજન વિશે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ પાસેથી વિગતો મેળવી જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.

સમીક્ષા બેઠકમાં ઉચ્ચ અધિકારીઓએ જિલ્લામાં કોરોના અંતર્ગત કામગીરી જેવી કે જિલ્લામાં કોરોન્ટાઇનની વ્યવસ્થા, કોન્ટેક્ટ ટ્રેસિંગ, કન્ટેઈન્ટમેન ઝોનની સ્થિતિ, કોરોના પોઝિટિવ કેસો, સુરત-અમદાવાદ-મુંબઈ વગેરે શહેરોમાંથી આવતા લોકોથી સંક્રમણ અટકાવવા લીધેલાં પગલાં, ડોર ટુ ડોર સર્વેલન્સ, કોરોનામુક્ત દર્દીઓની સંખ્યા, જિલ્લાનો મૃતય દર, સેમ્પલ અને ટેસ્ટિંગની વિગતો, જાહેર સ્થળોમાં સેનેટાઈઝેશનની કામગીરી, હોમ આઇશોલેશનમાં રહેલાં દર્દીઓ, હોસ્પિટલમાં હયાત બેડની સંખ્યા, વેન્ટિલેટર તથા ઓક્સિજન પર રહેલા દર્દીઓની વિગતો, ચેક પોસ્ટ, ધન્વંતરી આરોગ્ય રથની કામગીરી વગેરે બાબતે અહેવાલ આપી.

હાલની જિલ્લાની કામગીરી તથા સ્થિતિથી મંત્રીને માહિતગાર કર્યા હતાં.ભુપેન્દ્રસિંહે જણાવ્યું હતું કે વધુમાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા અનલોક કરવામાં આવ્યું છે ત્યારે હવે લોકોએ પણ જવાબદાર બની કોરોના સામે લડવાનું છે.લોકો માસ્ક પહેરે, સોશિયલ ડિસ્ટનસિંગના નિયમોનું પાલન કરે અને કોરોનાથી વધુમાં વધુ માહિતગાર થઈ જાગૃત બને.અને તંત્રને શક્ય તેટલો સહકાર આપે.કોરોનાને અત્યારે સૌએ સાથે લઈને જીવવાનું છે ત્યારે કોરોના સામેની લડતમાં લોકજાગૃતિએ મહત્વનું પરિબળ સાબિત થઈ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here