જિલ્લામાં સહકારી મંડળીઓની ચૂંટણી જિલ્લા કલેક્ટરની પરવાનગી લીધા બાદ સોશ્યલ ડિસ્ટન્સીંગના પાલન સાથે યોજવાની રહેશે

શંખનાદ કાર્યાલય
જિલ્લામાં સહકારી મંડળીઓની ચૂંટણી જિલ્લા કલેક્ટરની પરવાનગી લીધા બાદ સોશ્યલ ડિસ્ટન્સીંગના પાલન સાથે યોજવાની રહેશે તેવું એક યાદીમાં જણાવાયું છે ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ, ગાંધીનગર દ્વારા જણાવાયુ છે કે તમામ પ્રકારની સહકારી મંડળીઓની ચૂંટણીમા કોવિડ-૧૯ના સંજોગોમા અનલોક-૨ તથા સોશ્યલ ડિસ્ટન્સીગનુ પાલન થાય તે રીતે જિલ્લા કલેકટરશ્રીની પરવાનગી લઈ, સહકારી મંડળીઓની વ્યવસ્થાપક સમિતિની મુદત પૂર્ણ થતી હોય તેવી મંડળીઓએ ચૂંટણી યોજવાની થાય છે.

જે અન્વયે તમામ પ્રકારની સહકારી મંડળીઓને આ અંગે જાણ કરવામા આવે છે કે સહકારી મંડળીઓની વ્યવસ્થાપક સમિતિની મુદત પૂર્ણ થતી હોય તેવી મંડળીઓએ ચૂંટણી યોજવા માટે કલેકટરશ્રી, ભાવનગરની પરવાનગી પ્રથમ મેળવવાની થાય છે. પરવાનગી માટેની દરખાસ્ત જરૂરી વિગતો સાથે જિલ્લા રજિસ્ટ્રારશ્રી, સહકારી મંડળીઓ, ભાવનગરની કચેરી મારફત કલેક્ટરશ્રી, ભાવનગરને કરવાની રહેશે. વધુ માહિતી માટે જિલ્લા રજિસ્ટ્રાર (સહકારી મંડળીઓ), ભાવનગરની કચેરીના ફોન નં.૦૨૭૮-૨૪૨૧૦૨૯ પર સંપર્ક કરવા જિલ્લા રજિસ્ટ્રારશ્રી, ભાવનગરની યાદીમા જણાવવામા આવ્યુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here