કોરોના તાંડવ યથાવત : જિલ્લામાં વધુ ૪૧ કોરોના પોઝિટિવ કેસ, ૧૪ દર્દી થયા કોરોનામુક્ત, ૧ દર્દીનુ મોત

બ્રિજેશ ગૌસ્વામી
ભાવનગર જિલ્લામા આજરોજ ૪૧ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૧,૧૭૩ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૬ પુરૂષ અને ૮ સ્ત્રી મળી કુલ ૨૪ કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા ગારીયાધાર તાલુકાના ભમરીયા ગામ ખાતે ૨, મહુવા ખાતે ૨, મહુવાના કોંજણી ગામ ખાતે ૧, મહુવાના દુધાળા ગામ ખાતે ૧, મહુવાના નાના પીપળવા ગામ ખાતે ૧, મહુવાના મોટા આસરણા ગામ ખાતે ૧, સિહોર ખાતે ૧, તળાજાના ત્રાપજ ગામ ખાતે ૩, તળાજાના બોરલા ગામ ખાતે ૧, ઉમરાળાના ધોળા ગામ ખાતે ૧, ઉમરાળાના ઠોંડા ગામ ખાતે ૨ તથા ઉમરાળાના રંઘોળા ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૧૭ લોકોના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here