ઉકાળાથી કન્ટેઇનમેન્ટ વિસ્તારોમાં કોરોના કેસ ઘટ્યા, પરિવારના તમામ સભ્યો ઉકાળો બનાવવામાં મદદ કરે છે

ઉકાળામાં આદુ, જીરું, અજમા, કાળા અને સફેદ મરી, તુલસી, ફુદીનો અને ગોળનો ઉપયોગ, રવિવારે ૫૫૦૦ લિટર ઉકાળાનું વિતરણ કર્યું

રસાલા કેમ્પમાં સતત અઢી મહિના સુધી રોજ ૫૦૦થી ૬૦૦ લિટર ઉકાળો મોકલામાં આવતા આઠ દિવસથી એક પણ કેસ નોંધાયો નથી

મિલન કુવાડિયા
ભાવનગર શહેરમાં હોસસ્પોટ વિસ્તારમાં કોરોનાનો કહેર હતો ત્યાં ઉકાળો સંજીવની જડીબુટ્ટી સમાન સાબિત થયો છે  સમગ્ર દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ભારત સહિત દેશ-વિદેશમાં કોરોનાની રસી શોધવામાં આવી રહી છે. પરંતુ હજુ સુધી કોઈ વેક્સિન બહાર આવી નથી. ત્યારે હાલ કોરોનાની સામે લડવા માટે આપણો દેશી આયુર્વેદિક ઉકાળો સૌથી ફાયદાકારક સાબિત થયો છે.

ભાવનગરમાં રહેતા નયનભાઈ પટેલ અને તેના પરિવારે ઉકાળો બનાવવાનું શરૂ કર્યું છે અને આખા ભાવનગરમાં ફ્રીમાં વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ પરિવારે રોજ ૩ થી ૪ હજાર લિટર ઉકાળો બનાવીને લોકોને ફ્રીમાં આપે છે. આ ઉકાળા વિતરણથી જે વિસ્તારોને કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે તે વિસ્તારોમાં કોરોનાના કેસમાં ઘટાડો થયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here