ભાવનગર ઘોઘા રોડ શીતળા માતાજી ખાતે યોજાતો લોકમેળો બંધ રહેશે

શંખનાદ કાર્યાલય
શીતળા સાતમનાં તહેવારે ઘોઘા રોડ ખાતે મોટા શીતળા માતાજીના મંદિરે લોકમેળો અને શીતળા માતાજીનું મંદિર બંધ રહેશે જેની આમ જનતાએ નોંધ લેવી તેમજ ભાતીગળ લોકમેળો બંધ હોય આથી કોઈપણ ફેરીયા , ચકડોળવાળા , નાસ્તાવાળા , રમકડાવાળા , ફુલહારવાળા , પ્રસાદવાળા કોઈએ પણ મેળામાં આવવું નહિ તેમજ મંદિર બંધ રહેશે , દર્શન માટે પણ ધર્મપ્રેમી ભાઈઓ બહેનોએ આવવું નહિ , જેની ખાસ નોંધ લેવા શીતળા માતાજી મંદિર સંચાલીત શીતળા સાતમ મહોત્સવ સમિતી ભાવનગરનાં પ્રમુખ ઉદયભાઈ મકવાણા , ભરતભાઈ મોણપરા , સાજણભાઈ સાટીયા , અનિરૂધ્ધસિંહ ગોહિલ , ચંદુભાઈ મેર , જગજીવનભાઈ યાદવ , શંકરભાઈ મકવાણા , મોહનભાઈ પટેલ , દિનુબેન બારૈયા , સજુભા ગોહિલ , રાજુભાઈ બારૈયા , બેઠકમાં ઉપસ્થિત રહેશે . કોરોના વાઈરસ મહામારીને ધ્યાને લઈને શીતળા સાતમ તા . ૧૧-૮-૨૦૨૦ ને મંગળવારે મેળો તથા મંદિર બંધ રહેશે , જેની જાહેર જનતાએ તથા ધર્મપ્રેમી ભાઈઓએ નોંધ લેવી .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here