ભાવનગરમાં દારૂના વેચાણ મામલે કોંગ્રેસનું આવેદનપત્ર.

શંખનાદ કાર્યાલય
ભાવનગરના ડે.મેયર દ્વારા ભાવનગરના પશ્ચિમ વિસ્તારમાં બેફામ દેશી-વિદેશી દારૂના વેચાણ અંગે જીલ્લા પોલીસવડાને પત્ર લખતા કોંગ્રેસને શહેરમાં થતા દારૂના વેચાણ અંગે બોલવાનો મોકો મળી ગયો છે. આજે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ જીલ્લા કલેકટર ઓફીસ બહાર ધરણા કરતા પોલીસે તેની અટકાયત કરી હતી જયારે જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી વહેલી તકે શહેરમાં દારૂનું વેચાણ બંધ કરવા અનુરોધ કર્યો હતો. આજે કલેકટર કચેરી બહાર ધરણા પર બેસવા જતા પોલીસે શહેર કોંગ્રેસ પ્રમુખ, તળાજાના ધારાસભ્ય સહિતના કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.

જેમાં પોલીસ અને કોંગ્રેસ વચ્ચે થોડીવાર માટે ઘર્ષણ પણ થયું હતું જયારે શહેર કોંગ્રેસ પ્રમુખ સહિતના લોકોએ આ બાબતે કલેકટર ને રજૂઆત કરી દારૂના દુષણ ને ડામવા અનુરોધ કર્યો છે અને જો આગામી દિવસોમાં શહેરમાં દારૂનું વેચાણ બંધ નહિ થાય તો ઉગ્ર આંદોલન ની ચીમકી આપી છે. કોંગ્રેસ દ્વારા ભાજપના નગરસેવક અને ડે.મેયર અશોક બારૈયા દ્વારા શહેરમાં દારૂના વેચાણના નિવેદન સમા લેટર બાબતે સમર્થન આપ્યું છે ત્યારે હવે શહેરમાં આ બદી દુર થશે કે કેમ તે જોવું રહ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here