સિહોર આંબલાના ગામના હિતેશ નામના વ્યક્તિએ જિલ્લા કલેકટર સહિત મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રી સુધી રજૂઆત કરી

દેવરાજ બુધેલીયા
સિહોર નજીકથી પસાર થતા ભાવનગર રાજકોટ હાઇવે પર મસમોટા ખાડાઓ પડી જતા લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે નાના-મોટા વાહન ચાલકો તોબા પોકારી ઉઠ્યા છે રોડ પર પડેલા ખાડાઓના લીધે અકસ્માતનો ભોગ બનતા વાહનચાલકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે નારી ચોકડીથી ભૂતિયા સુધીમાં અનેક ખાડાઓ પડ્યા છે ડિસ્કો રોડથી વાહન ચાલકો તોબા પોકારી ઉઠ્યા છે ચોમાસુ શરૂ છે પરંતુ હજુ તો વરસાદ ખાબક્યો નથી હાઇવે અનેક જગ્યાએ ખાડાઓને લઈ વારંવાર અકસ્માત સર્જાતા રહે છે.

આ સાથે વાહનો પણ ખરાબ થતાં હોઇ ચાલકોને મુસાફરી દરમ્યાન સંઘર્ષ કરવો પડે છે. સોશ્યલ મીડિયામાં પણ હાઇવે રીપેર કરવામાં આવેની માંગ પ્રબળ બની છે સિહોર નજીકના આંબલા ગામના હિતેશ નામના વ્યક્તિએ આ અંગે મુખ્યમંત્રી સુધી પુરાવા સાથે રજૂઆત કરી છે નારી ચોકડી થી ભૂતિયાના ઢાળ સુધી હાઇવે રોડ પર અનેક ખાડાઓ પડેલ છે.

તાત્કાલિક રિ-કાર્પેટ કરવા ફરિયાદના આધારે તાત્કાલિક તમામ જગ્યા પર કામકાજ કરવામાં આવે શું અધિકારીઓની કોઈ જવાબદારી નથી શું કે આ સિસ્ટમના જવાબદાર અધિકારીઓ ને આ બાબતે ખ્યાલ નથી? અવાર નવાર રાજકોટ ભાવનગર હાઇવે પર નીકળતા અધિકારીઓને શુ ખ્યાલ નહિ હોય અનેક ખાડા જે ખાડા તાત્કાલિક ધોરણે તપાસ કરાવીને યોગ્ય નિરાકરણ લાવવાની માંગ થઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here