ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી કોરોનાના સંદર્ભમાં સમીક્ષા કરશે, જરૂરી ચર્ચાઓ અને બેઠક બાદ પ્રેસ સંબોધશે

દર્શન જોશી
ભાવનગર કોરોનાના વધી રહેલા કેસનાં પગલે રાય સરકાર ચિંતીત છે અને આવતીકાલે મુખ્યમંત્રી રૂપાણી ભાવનગર આવી રહ્યા છે આજે સવારે ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રી રૂપાણી કાલે ભાવનગર આવી રહ્યાનો ટેલિફોનીક સંદેશ મળ્યો હતો આ સાથે જ તંત્રમાં દોડધામ શરૂ થઇ છે. મુખ્યમંત્રીની કાલની મુલાકાત સંદર્ભે રાયમંત્રી વિભાવરીબેન દવેએ આજે તત્રં સાથે બેઠક કરી હતી. સમગ્ર ગુજરાતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે તેમાં ભાવનગર પણ પાછળ નથી. સુરત–અમદાવાદ અને રૂપાણી ભાવનગર આવી કોરોનાની સ્થિતિનો તાગ મેળવશે તેમ જાણવા મળ્યું છે.

તેઓ કલેકટર, કમિશ્નર, ડીડીઓ અને હોસ્પિટલ સત્તાવાહકો સાથે બેઠક કરશે તેમજ સરટી.હોસ્પિટલ ખાતે મુલાકાત પણ લે તેવી શકયતા છે. મુખ્યમંત્રીનો કાલનો કાર્યક્રમ સત્તાવાર જાહેર થયો નથી પરંતુ, ગાંધીનગરથી મળેલી સુચનાના પગલે તંત્રવાહકોએ તૈયારીનો ધમધમાટ શરૂ કરી દીધો છે. કલેકટર કચેરી ખાતે આ સંદર્ભે આજે રાયમંત્રી વિભાવરીબેન દવેના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી હતી જેમાં શહેર–જિલ્લાનાં અધિકારીઓની ઉપસ્થિતિ રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here