કોરોનાથી ડરવાની જરૂરત નથી છતા લોકો સાવચેતી રાખે; ભાવનગરથી જામનગર જવા રવાના થાય તે પૂર્વે પત્રકારો સાથે વાતચીત કરી
બ્રિજેશ ગૌસ્વામી
ભાવનગરમાં કોરોના ટેસ્ટ વધારવાની સૂચના સ્થાનિક તંત્રને આપવામાં આવી હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. કોરોનાની લડાઈ લાંબી છે. ડરવાની જરુર નથી પરંતુ સાવચેતી રાખવાની જરુરી છે. ગુજરાતમાં કોરોનાની સ્થિતિ અન્ય રાજ્યો કરતાં સારી હોવાથી અને બીજા નંબરથી ૧૪ નંબર ઉપર આવ્યા હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું છે.કોરોનાનો કહેર ભાવનગરમાં વધી રહ્યો છે ત્યારે આજે શનિવારે રાજ્યનાં મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણી, નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ, ભાવનગરની મુલાકાતે આવ્યા હતા.
જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અધિકારીઓ સાથે બેઠક યોજ્યા બાદ પત્રકારોને મળી માહિતી આપી હતી. મુખ્યમંત્રીએ કોરોના અંગે સંતોષની લાગણી વ્યક્ત કરી સરકાર મહામારી સામે પુરા જોશથી લડી રહી હોવાનું જણાવ્યું છે.એક સમયે ગુજરાત મહારાષ્ટ્ર પછી બીજા નંબરે હતું જ્યારે આજે દેશમાં કોરોનામાં ૧૪ નંબર છે. ભાવનગરમાં ટેસ્ટ વધારવા સૂચના આપી હોવાનું જણાવ્યું હતું.
મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણી, નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલની સાથે ચીફ પ્રિન્સીપલ સેક્રેટરી કે. કૈલાસનાથન, તથા પ્રિન્સીપલ સેક્રેટરી હેલ્થ જયંતિ રવિ પણ ભાવનગર ખાતે બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતાં. ભાવનગરનાં ધારાસભ્ય અને મંત્રી વિભાવરીબેન દવે, પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, સાંસદ ડો. ભારતીબેન શિયાળ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતાં.