ભાવનગર યુવક કોંગ્રેસ દ્વારા યુનિવર્સિટી પરીક્ષા અંગે વિદ્યાર્થીઓની સ્વાસ્થ્યની ચિંતા કરીને રજુઆત કરવામાં આવી

દેવરાજ બુધેલીયા
ભાવનગર યુવક કોંગ્રેસ દ્વારા યુનિવર્સિટી પરીક્ષા અંગે વિદ્યાર્થીઓની સ્વાસ્થ્યની ચિંતા અંગે રજુઆત કરવામાં આવી છે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ કોરોના મહામારીમાં વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં પરીક્ષા આપવા આવનાર છે ત્યારે તેઓના સ્વાસ્થ્ય ની ચિંતા કરી યુનિવર્સિટી દ્વારા પરીક્ષા બાબત કોરોનાને ધ્યાને લય વીમો ઉતારવામાં આવે જેથી કોઇ વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવે.

તો તેમનો સારવાર નો ખર્ચ યુનિવર્સિટી દ્વારા વીમો લેવામાં આવે તેમાંથી ખર્ચ ઉપાડવામાં આવે તેવી રજૂઆત આજરોજ યુવક કોંગ્રેસ પ્રમુખ રાજપાલસિંહ જાડેજા,સંદીપસિંહ ગોહિલ ની સૂચના થી એન એસ યુ આઈ ના પ્રમુખ જયરાજસિંહ ગોહિલ, ઉપપ્રમુખ ગિરિરાજસિંહ વાળા ઉપપ્રમુખ પુષ્પરાજસિંહ ગોહિલ દ્વારા કુલપતિશ્રી ને રૂબરૂ મળી વિદ્યાર્થીઓ ના સ્વાસ્થ્ય અંગે તકેદારી ના પગલાં રૂપે આ અંગે રજૂઆત કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here