પ્રાથમિક સુવિધા વગર મસમોટા વેરા ઝીકી દેતા લોકોમાં ભારે રોષ

બ્રિજેશ ગૌસ્વામી
આજથી અંદાજે પાંચ વર્ષ પહેલા સીદસર નારી રુવા અકવાડા અને તરસમીયા ને ભાવનગર શહેરમાં ભેળવી દેવામાં આવેલ, આમ છતાં લોકોની અપેક્ષા હતી કે જ્યાં સુધી નળ ગટર સ્ટ્રીટ લાઈટ આરોગ્ય શિક્ષણ આંતરિક રસ્તા વગેરે આ પાંચેય ગામોના વિસ્તારોમાં થઇ જશે એવું થવાના બદલે ઊલટાનું ગામ લોકો પર મિલકત સફાઈ શિક્ષણ ઉપકર વિગેરેના વેરા નું બિલ પકડાવી આપવામાં આવેલ અને તે પણ વેરામાં મોટા વધારા સાથે નું છે.ભલે લોકોની નામરજી છતાં ગામના મેળવ્યું પણ લોકોને વગર પ્રાથમિક સુવિધા એ પાંચ વર્ષનો એક સાથે મોટું બિલ આપવામાં આવેલ છે.

આથી લોકોની માંગણી છે કે પાછલા પાંચ વર્ષથી પ્રાથમિક સુવિધાઓ નથી મળી તેથી આ પાંચ વર્ષના બિલ રદ કરવામાં આવે.ખરેખર જ્યારે કોરોના જેવી મહામારી થી લોકો આર્થિક તંગી ભોગવી રહ્યા છે ત્યારે લોકોને મદદ કરવાના બદલે લોકો પર લોકડાઉન ખુલતા જ ૨૦૨૦/૨૧ ના મોટા બીલ લોકો પર મુકવામાં આવેલ છે જેની રકમ બહુ મોટી છે ખરેખર ગામમાં જોઈએ તો પાણી રોડ ગટર જેવી કોઈપણ પ્રાથમિક સુવિધા જ નથી તો આવડા મોટા ભીલ લોકો કઈ રીતે ભરી શકે.

જેના વિરોધમાં આગામી દિવસોમાં ગામના લોકો સાથે મળી સરકાર અને તંત્રની આંખ ઉઘાડવા માટે આગામી તા. ૨૦ ઓગષ્ટ ને બપોરે ૩ કલાકે મહાનગર પાલિકાનો ઘેરાવ કરવા જઈ રહ્યા છે ત્યારે કોંગ્રેસ સમિતિ તેને સંપૂર્ણ ટેકો જાહેર કરે છે અને ગામ લોકો દ્વારા ચાલતી દરેક લડાઇમાં લોકો સાથે ખભેખભો મિલાવી લડાઈ લડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here