૬ વર્ષ પૂર્વે મનપા માં ભેળવી દેવામાં આવેલા પાંચ ગામોમાં હજુ વિકાસ અધુરો, હજુ અહી કોઈ ખાસ પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ નથી,

વેરા ની પણ ભારે વસુલાત કરતા ગામના લોકો રોષે ભરાયા, વેરા ભરવા છતાં સુવિધા ના મળતા રજૂઆત માટે પહોચ્યા, વિરોધ પ્રદર્શન કરતા પોલીસે ૨૦ ની કરી અટકાયત

દેવરાજ બુધેલીયા
ભાવનગર મહાનગરપાલિકામાં વર્ષ ૨૦૧૫ માં ભેળવી દેવામાં આવેલા પાંચ ગામોમાં આજે ૬ વર્ષ જેટલા સમય બાદ પણ પુરતો વિકાસ થયો ના હોય તેમજ ભારે વેરા વસુલાત કરવામાં આવતા આજે પાંચેય ગામોના ખેડૂતો મોટી કોંગ્રેસના આગેવાનોની રાહબરી હેઠળ કોર્પોરેશન ખાતે રજૂઆત માટે પહોચ્યા હતા. જ્યાં આ મામલે વિરોધ પ્રદર્શન પોલીસે ૨૦ જેટલા લોકોની અટકાયત કરી હતી. વર્ષ ૨૦૧૫ માં યોજાયેલી મહાનગરપાલિકા ની ચુંટણી પૂર્વે આજુબાજુના પાંચ ગામો જેમાં નારી, સીદસર, તરસમીયા, રુવા , અકવાડા ને ભાવનગરમાં ભેળવી દેવામાં આવ્યા હતા તેમજ મહાનગરપાલિકા દ્વારા તમામ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ પ્રાપ્ત થશે એવી ખાતરી આપી હતી.

ઉપરાંત અન્ય જરૂરી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે તેવી ખાતરી પણ આપવામાં આવી હતી. આ ઉપરાંત વેરો પણ ત્યાં સુધી નહિ વધારવા અંગેની ખાતરી આપી હતી પરંતુ ૬ વર્ષ જેટલો સમય વીતી જવા છતાં કોઈ વિકાસના કામો કે પ્રાથમિક સુવિધાઓ આ ગામોને આજદિન સુધી ના મળતા તેમજ વેરામાં કોઈપણ જન વગર વધારો કરી વધારે વેરા વસુલાત કરતા આજે આ પાંચ ગામોના લોકો કોર્પોરેશન ખાતે આ બાબતે રજૂઆત માટે પહોચ્યા હતા. તેમની સાથે કોંગ્રેસના આગેવાનો પણ જોડાયા હતા અને વિરોધ પ્રદર્શન કરતા પોલીસે ૨૦ જેટલા લોકોની અટકાયત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here