અનોખા ગણપતિનું કરાયું સ્થાપન, માટીના આ ગણપતિનું વિસર્જન કરવું પડતું નથી, વિસર્જન બાદ બી માંથી ફરી આ ઔષધી ઉગશે અને પ્રકૃતિનું જતન થશે.

સલીમ બરફવાળા
દેશભરમાં હાલ ગણપતિ મહોત્સવની વિવિધ પ્રકારે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભાવનગરની એક શાળાના શિક્ષકો દ્વારા માટીના ગણપતિનું ઝાડ પર સ્થાપન કરવામાં આવ્યું છે.પ્રકૃતિ અને પર્યાવરણ સંરક્ષણના ઉમદા હેતુથી આ પ્રકારે ગણપતિ મહોત્સવની ઉજવણી સમાજ માટે એક અલગ રાહ ચીંધી રહી છે. લોકોને પી.ઓ.પી ને બદલે માટીના ગણપતિ નું જ સ્થાપન કરવા અપીલ કરવામાં આવી રહી છે ત્યારે માટીના ગણપતિને ઝાડ પર સ્થાપિત કરી ઝાડને સંરક્ષણ ની સાથે સાથે વૃક્ષ પૂજન નો એક અનોખો રીવાજ બતાવ્યો છે. ઝાડ પર માટીના ગણપતિ બનાવી તેમજ સુપડા ના કાન બનાવી એક અદભુત ગણપતિની રચના કરવામાં આવી છે.

ઝાડ પર સ્થાપિત આ ગણપતિનું વિસર્જન પણ કરવા જવાની જરૂર રહેતી નથી. સારા વરસાદમાં માટીના આ ગણપતિનું આપોઆપ વિસર્જન થઇ જાય છે.આ માટીના ગણપતિમાં ગળો અને લીમડા બ બીજ પણ નાખવામાં આવ્યા હોય જેથી તેના વિસર્જન માટે માટીમાં ફરી આ ઔષધી આપોઆપ ઉગી નીકળે છે. જેથી પ્રકૃતિ અને પર્યાવરણનું આપોઆપ જતન થઇ શકે. ઝાડ પરના આ ગણપતિ માટે એટલું કહી શકાય કે આ ગણપતિનું નદી કે તળાવમાં વિસર્જન કરવું પડતું નથી તેમજ બિનવારસી રીતે ગણેશ ને રઝળતા મુકવાની જરૂર પણ નહિ પડે.

વૃક્ષમાં વક્રતુંડ અને વક્રતુંડમાં વૃક્ષનો આ અનોખો પ્રયોગ પ્રકૃતિ અને પર્યાવરણના સંરક્ષણની સાથે સાથે લોકોને પોતાના ઘરોમાં વૃક્ષો વાવવા અને તેનું યોગ્ય જતન કરવા પણ પ્રોત્સાહિત કરશે.જયારે શિક્ષકો દ્વારા આ ગણપતિનું પૂજન અર્ચન અને આરતી કરી કોરોના જેવી મહામાંરીમાંથી દેશ અને દુનિયા વહેલી તકે મુક્ત બને તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here