નવા રસ્તા નબળા બનાવી રીપેરીંગમાં થતી અઢળક કમાણી, જિલ્લાના મોટાભાગના રસ્તાઓ ભાંગીને ભુક્કો થઈ જતાં મનપાના શાસકોની પોલ ઉઘાડી પડી

મિલન કુવાડિયા
જિલ્લામાં દર વર્ષે શિયાળામાં રસ્તા પાછળ લાખો રૂ.નું આંધણ કર્યા બાદ ચોમાસાના વરસાદમાં આ નવાનકોર રસ્તાઓ ભાંગી જતા હોવાથી દર વર્ષે કરોડો રૂ.નું પાણી થાય છે. કોન્ટ્રાક્ટરો અને રાજકીય હિત ધરાવતા આગેવાનોના લાભાર્થે ‘રસ્તા નવા બનાવો-રીપેર કરો’ની નીતિ અપનાવી સરકારની તિજોરીમાંથી લાખો રૂ. ઉસેડી લેવામાં આવતા હોવાની ફરિયાદો જનતા માંથી ઉઠી છે જિલ્લાના અનેક માર્ગોની હાલત આ વર્ષે ચોમાસામાં અતિ જર્જરીત બની રહી છે.

વાહનોથી ધમધમતા માર્ગોની હાલત પણ અકસ્માત ઝોન જેવી બની રહી છે જિલ્લાના મોટાભાગના માર્ગો અત્યારે વાહનચાલકો માટે ચિંતાજનક બની રહ્યા છે. આ રસ્તાઓને વરસાદે કરોડનું નુકસાન પહોંચાડયું હોવાનું જગ જાહેર છે મગરમચ્છની પીઠ જેવા આ માર્ગોના નિર્માણ અને રિપેરીંગના નામે મોટું ષડયંત્ર ચાલી રહ્યું હોવાની શંકા ઉપજે છે. અને આ બાબતે લોકોમાં અને બુદ્ધિજીવીઓમાં ભારે ચર્ચાઓ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here