દિવ્યાંગ બાળકોએ જીવદયા-પ્રેમી સૂત્ર સાર્થક કરવા પ્રયાસ કર્યું

બ્રિજેશ ગૌસ્વામી
પી.એન.આર સોસાયટી સંચાલિત,શ્રી એન.આર શાહ મેમોરિયલ હોસ્પિટલ,તળાજા ખાતે ચાલતા મગજના લકવાગ્રસ્ત તથા મંદબુદ્ધિ દિવ્યાંગ બાળકોના પુનઃવર્સન કેન્દ્રના દિવ્યાંગ બાળકોએ પરમ ઉતરાયણનો તહેવાર ગયો હોય અને જેતે વિસ્તારમાં પતંગ તેમજ દોરા જ્યાં-ત્યાં લટકતા હોવાથી પક્ષીઓને ઉડવા માટે જીવનું જોખમ ઉભું થતું હોવાથી તળાજા વાવચોક વિસ્તારમાં તેમજ એન.આર શાહ હોસ્પિટલમાં કબૂતર તેમજ બીજા પક્ષીનો વસવાટ હોય ત્યાં ની અગાશી ઉપર તેમજ બાજુના વિસ્તાર માંથી પતંગ-દોરા એકત્ર કરીને દિવ્યાંગ બાળકોએ જીવદયા પ્રેમીનું ઉદાહરણ સાર્થક કરવા પ્રયાસ કરેલ છે.કેન્દ્રના સ્પેશ્યલ એજ્યુકેટર પંકજભાઇ કટકીયા દ્વારા બાળકોની સાથે રહીને આ સામજિક પ્રવુતિ કરાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here