અહીં ૫૦૦ થી વધુ જર્જરિત મકાનો હજુ આવેલા છે, તંત્ર દ્વારા ખાલી કરાવી નાખવામાં આવ્યા હતા આ મકાનો.

માલિકોને ભાડું આપવામાં આવશે તેવું આપ્યું હતું વચન, ૬ વર્ષમાં એક પણ ભાડું ના ચુકવતા ગરીબ અને મજબુર પરિવારો જુના મકાનોમાં પરત ફર્યા.

મોતના મુખ સમા આ મકાનોમાં રહેવા મજબુર છે આ પરિવારો, સ્થાનિક નેતાઓ આ લોકોની સુવિધા માટે નબળા પુરવાર થઇ રહ્યા છે.

મિલન કુવાડિયા

ભાવનગર શહેરના ભરતનગર, આદર્શનગર અને વર્ધમાનનગર વિસ્તારોમાં ૫૦૦ થી વધુ સરકારી આવાસોના જર્જરિત મકાનોનો આવેલા છે. આ મકાનોની સાવ જર્જરિત હાલત ને લઇ મોટાભાગના લોકોને આ આવાસો તંત્ર દ્વારા આજથી ૬ વર્ષ પૂર્વે ખાલી કરાવવામાં આવ્યા હતા. પરંતુ હજુ ૧૦ જેટલા મજબુર અને ગરીબ પરિવારો આ મોતના મુખ સમાન મકાનોમાં મજબુરીથી વસવાટ કરે છે. ત્યારે આવા પરિવારોને સમયસર સરકારી આવાસો મળશે જે પછી આ જર્જરિત મકાનો જ તેમની કબર બનશે કેન્દ્ર અને રાજ્યસરકાર ગરીબો લોકો માટે આવાસ યોજના હેઠળ મકાનો બનાવી રહી છે. વર્ષ ૨૦૨૪ સુધીમાં તમામ લોકોને ઘરનું ઘર મળી રહે તેવા દાવાઓ સરકાર કરી રહી છે.પરંતુ ભાવનગરમાં સાવ અલગ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે. ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારના આદર્શનગર અને વર્ધમાનનગર જેવા વિસ્તારોકે જ્યાં વર્ષો જુના હાઉસિંગબોર્ડના ૫૦૦ થી વધુ મકાનો આવેલા છે.આ મકાનો સાવ ખંડેર જેવા થઇ ગયા છે.

 

જેથી આજથી ૬ વર્ષ પહેલા મોટાભાગના મકાનો ખાલી કરાવી તેમાં રહેતા લોકોને અન્યત્ર ભાડે રહેવા જતા રહેવા અને ભાડું તંત્ર આપશે તેમ જણાવી ખાલી કરાવ્યા હતા. ૬ વર્ષના સમય બાદ પણ કોઈ ભાડું તંત્ર દ્વારા ના ચુકવવામાં આવતા આ ગરીબ પરિવારો ફરી આર્થિક મુશ્કેલીઓના કારણે મોતના મુખ સમા હાઉસિંગબોર્ડના મકાનોમાં રહેવા મજબુર બન્યા છે. આ મકાનો કોઈ ભૂકંપનો આચકો કે ભારે વરસાદના કારણે અનેક લોકોનું કબ્રસ્તાન બની શકે છે તે તંત્ર જાણતું હોવા છતાં કોઈ દરકાર કર્યા વગર કોઈ દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. અહી મકાનોમાં રહેતા લોકોના મકાનોની હાલત જોઇને જ ભારે ડર લાગે તેવી સ્થિતિ જોવા મળી રહી છે.

મકાનોમાં અંદરના ભાગેથી સ્લેબ તૂટી ગયો છે. સ્લેબના સળિયા શસ્ત્ર બની માનવીનો સંહાર કરવા તૈયાર હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. લોકો ભયના ઓથાર હેઠળ અહી પોતાનું જીવન પસાર કરવા મજબુર બન્યા છેકારણ કે નવા મકાનો સરકાર આપતી નથી અને આ ગરીબ લોકો પાસે રૂપિયા ના હોય ભાડાના મકાનમાં કે નવા મકાનમાં રહેવા જઈ શકે તેવી પરિસ્થિતિ નથી.ભાવનગરના દિગ્ગજ નેતાઓ હાલના ગુજરાતના રાજકીય ક્ષેત્રે અગ્રેસર છે, આ નેતાઓ ધારે તો તેની પ્રજાને તમામ સુવિધાઓ સારી અને સમયસર આપી શકે તેમ છે પરંતુ મત માંગવા સમયે નજરે પડતા નેતાઓ ૬ વર્ષના સમયમાં આ મકાનો ક્યારે મળશે તે કહેવા આ વિસ્તારમાં નજરે પડ્યા નથી.

આ જર્જરિત મકાનોની સામેજ નવા મુખ્યમંત્રી આવાસ યોજના ના મકાનો બની ગયા પરંતુ હજુ જે લોકોને તંત્રએ મકાન બનાવી આપવાના વાયદો કરી મકાનો ખાલી કરાવ્યા હતા તે મકાનો હજુ ખંડેર ની હાલતમાં ઉભા છે ત્યારે હાઉસિંગના નવનિર્મિત મકાનો વહેલી તકે આવા ગરીબ પરિવારોને આપવામાં આવે તો ૨૦૨૪ સુધીમાં આ સરકાર ઘરનું ઘર ના સ્વપ્નને સાકાર કરી શકશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here