જિલ્લામાં ખેડૂતો માટે લીલો દુષ્કાળ જાહેર કરવા ખેડૂત આગેવાન નરેશ ડાખરાની મુખ્યમંત્રી ને રજુઆત

દેવરાજ બુધેલીયા
ભાવનગર જિલ્લામાં જ્યારથી ચોમાસું બેઠું છે ત્યારથી સતત નિરંતર વરસાદના કારણે ખેતરોમાં રેચ ફૂટી ગયા છે, બોર કે કુવામાંથી કુદરતી રીતે પાણી બહાર નીકળી રહ્યું છે. ખેતરમાં સતત પાણી ભરાઈ રહેવાના કારણે અને સતત વાદળછાયા વાતાવરણના કારણે ખેડૂતોએ કરેલ તમામ પાકોનું વાવેતર સંપૂર્ણપણે નિષ્ફળ થઈ ગયું છે. સતત વરસાદની સાથે સાથે વચ્ચે એક સાથે ૫ ઈંચથી લઈ ૩૦ ઇંચ સુધી વરસાદ પડવાની ઘટના પણ આપણા જિલ્લામાં બની છે જેના કારણે ખેડૂતોના ખેતર ધોવાઈ ગયા, પાળા ધોવાઈ ગયા છે, અમુક અમુક જગ્યાએ તો ખેતર હતા કે નહીં એ નક્કી કરવું મુશ્કેલ બન્યું છે.

તો જિલ્લામાં અમુક અમુક ખેડૂતોના ખેતરમાં સતત ૭૫ દિવસથી કમરબૂડ પાણી ભરાયેલા રહ્યા છે.આપણાં જિલ્લામાં આવી પડેલી આ કુદરતી આપદાના કારણે જિલ્લામાં નાના ગરીબ – મજૂર માણસથી લઈ ખેડૂત, નાના વેપારીઓને નુકસાન થયું છે સૌથી વધારે ખેડૂતોની પરિસ્થિતિ કફોડી થઈ ગઈ છે, જિલ્લામાં રાજ્ય ધોરીમાર્ગ, ગ્રામ્યમાર્ગ અને ખેડૂતોની વાડીએ જવાના રસ્તાઓ સાવ ધોવાઈ ગયા છે જિલ્લામાં પડેલા સતત વરસાદે સાર્વત્રિક નુકશાન કર્યું છે ત્યારે ગુજરાત કિસાન કોંગ્રેસની માંગ છે કે ભાવનગર જિલ્લાને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે ભાવનગર જિલ્લા માટે રાજય સરકાર અને કેન્દ્ર સરકારની પ્રવર્તમાન SDRF અને NDRF ની જોગવાઈઓ, રાજય સરકારન મુખ્યમંત્રી કિસાન સહાય યોજના તો લાગુ કરવામાં આવે જ પરંતુ સાથે સાથે જિલ્લામાં વરસાદે જે રીતે સાર્વત્રિક નુકશાન કર્યું છે.

એ જોતાં આ યોજનાઓ પૂરતી નથી તેનાથી ઉપરવટ જઈ ભાવનગર જિલ્લા માટે ૧૦૦૦ કરોડનું ઓછામાં ઓછું સ્પેશિયલ પેકેજ આપવામાં આવે .ભાવનગર જિલ્લામાં સતત અવિરત વરસેલા વરસાદે સાર્વત્રિક નુકશાન કર્યું છે ત્યારે ભાવનગર જિલ્લાને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે, વાસ્તવિક થયેલ નુકશાનીની આકારણી કરવામાં આવે અને કોઈ મર્યાદાઓની સીમારેખાઓ બાંધ્યા વગર થયેલ વાસ્તવિક નુકશાનની સામે યોગ્ય વળતર આપવામાં આવે તેવી ગુજરાત કિસાન ક્રાંતિ સેના અને ખેડૂત એકતા મંચ નિ લાગણી અને માગણી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here