જિલ્લાની તમામ પ્રકારની સહકારી મંડળીઓ જોગ

શંખનાદ કાર્યાલય
ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ, સચિવાલય, ગાંધીનગરના તા.૨૫-૮-૨૦૨૦ના જાહેરનામાથી તમામ પ્રકારની સહકારી મંડળીઓને ગુજરાત સહકારી મંડળી અધિનિયમ-૧૯૬૧ની કલમ-૭૭ અન્વયે સાધારણ સભા બોલાવવાની જોગવાઈમાથી મુક્તિ આપી, સાધારણ સભા બોલાવવાની મુદત તા.૩૧-૩-૨૦૨૧ સુધી લંબાવવામા આવેલ છે તેમજ ગુજરાત સહકારી મંડળી અધિનિયમ-૧૯૬૧ની કલમ-૭૪(સી)(૨)(૪) અન્વયે અન્ય તમામ સહકારી મંડળીઓ હાલમા ચાલુ વ્યવસ્થાપક કમિટીઓની મુદત, તેની ચુંટણીની તારીખ સુધી અથવા તા.૩૧/૧૨/૨૦૨૦ સુધી કે બે પૈકી જે વહેલુ હોય ત્યા સુધી લંબાવવાનો નિર્ણય કરવામા આવેલ છે તથા ગુજરાત સહકારી મંડળી અધિનિયમ-૧૯૬૧ની કલમ-૧૬૧ હેઠળ તમામ સહકારી મંડળીઓને વ્યવસ્થાપક કમિટીની મંજુરીથી આગામી સાધારણ સભામા બહાલી મેળવવાની શરતે નાણાકિય વર્ષ ૨૦૧૯/૨૦ના નફાનો વિનિયોગ કરવા સારૂ કલમ-૬૬(૨)ની જોગવાઈમાંથી મુક્તિ આપવામા આવેલ છે. તેમ જિલ્લા રજિસ્ટ્રારશ્રી, ભાવનગરની યાદીમા જણાવાયુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here