વિદ્યાર્થીની પ્રતિભા પારખી તેને સફળતાની રાહ પર લઈ જનારા શિક્ષકોની સેવા સર્વશ્રેષ્ઠ – શ્રી મહેન્દ્રસિંહ સરવૈયા


દેવરાજ બુધેલીયા
જિલ્લામાં કોરોના સંક્રમણને અટકાવવા શિક્ષકોનો સહયોગ પ્રશંસનીય – ડી.ડી.ઓ શ્રી વરુણકુમાર

શિક્ષક દિન નિમિત્તે ભાવનગર જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે વિશેષ કામગીરી કરી હોય તેવા ૬ શિક્ષકો તથા જિલ્લામાં કોરોના સંક્રમણને ફેલાતું અટકાવવા મદદરૂપ થનાર ૨૨ શિક્ષકોને કોરોના વોરિયર્સ તરીકે સન્માનિત કરવાનો કાર્યક્રમ સ્વામિનારાયણ ગુરુકુળ ચિત્રા ખાતે ગુજરાત હાઉસિંગ બોર્ડના ચેરમેન શ્રી મહેન્દ્રસિંહ સરવૈયાના અધ્યક્ષ સ્થાને તથા સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળ તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી વરુણકુમાર બરનવાલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો.જેમાં તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોમાં પટેલ ભરતકુમાર, પરમાર મહેશભાઈ જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોમાં દવે સંજયભાઈ, બારૈયા હરજીભાઈ, મકવાણા પરસોત્તમ ભાઈ તથા પાલ યતીનકુમાર નું ચેક, શાલ, તથા પ્રશસ્તિ પત્ર એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here