હાલ મહામારીનો સમય છે કેટલાક વિધાર્થીઓ હોસ્પિટલમાં અથવાતો હોમ કોરોન્ટાઇન છે એ ફરી પરીક્ષા આપી શકે તેવી સગવડની કરી માંગ

શંખનાદ કાર્યાલય
કોરોના મહામારીનો સમય ચાલે છે સ્કૂલો કોલેજોને છેલ્લા ૬માસથી તાળાઓ લાગેલા છે ત્યારે ભાવનગર ખાતે યોજવવાની બાહ્મ અભ્યાસક્રમ રદ કરવાની માંગણી સેનેટ સભ્ય શિવાભાઈ ડાભીએ કરી છે બાહ્ય અભ્યાસક્રમ વિભાગની તા .૧૫/૦૯ શરૂ થતી થી ૨૫/૦૯ સુધી યોજાવવાની પરીક્ષામાં કોરોના ના કારણે પરીક્ષા કેન્દ્ર પોતાના તાલુકામાં આવે તે માટે સેન્ટર બદલવા ઓપ્શન ( વિકલ્પ આપવામાં આવેલ નથી કેટલાક લોકો ગામડે રેહતા હોઈ છે તેમને કોરોનાને કારણે પુરતી વાહનની સગવડ મળતી નથી અને યુનિવર્સીટી દ્રારા રહેવાની સગવડ આપવામાં આવેલ નથી.

તાલુકા સેન્ટર બદવાની અને રેહવાની સગવડ વિકલ્પ તરીકે કરી આપવાની માંગ કરી છે થતા કેટલાક વિધાર્થીઓ હોમ ક્વોરન્ટાઈન અથવા હોસ્પીટલમાં દાખલ હોઈ તમને ફરી પરિક્ષા આપવાની સગવડ આપવામાં આવે જો તેમ ના થઇ શકે તેમ હોઈ તો બાહ્ય અભ્યાસક્રમ વિભાગ ની પરીક્ષા ઓનલાઇન ગોઠવાય તેવી વ્યવસ્થા કરવા વિન્નતી છે . હાલ માં કોવિડ -૧૯ કોરોના કારણે ઘણા વિધાર્થી કોરોના અસરગ્રસ્ત અથવા હોમ કોરનટાઈન હોય તેવા વિધાર્થી બીજા રાઉન્ડમાં પરીક્ષા આપવા દેવા વિકલ્પ આપવા સેનેટ સભ્ય શિવાભાઈ ડાભીએ માંગ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here