સરકારના પ્રોત્સાહન અને ખેડૂતના પરસેવાથી પારસમણી બનશે ગુજરાતની ધરા -સુશ્રી વિભાવરીબેન દવે

દેવરાજ બુધેલીયા
સિહોર સહિત જિલ્લાના ૪ હજારથી વધુ ખેડુતોને પાક સ્ટ્રકચરો તથા ૩૪૬ માલવાહક વાહનોના લાભો મંજુર કરાયા છે પાલીતાણા તેમજ વલ્લભીપુર તાલુકા મથકે ગુજરાત સરકાર દ્વારા સાત પગલાં ખેડૂત કલ્યાણના અંતર્ગત મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના અને કિસાન પરિવહન યોજનાનો શુભારંભ કાર્યક્રમ મહિલા અને બાળ વિકાસ, શિક્ષણ રાજ્યમંત્રી સુશ્રી વિભાવરીબેન દવેના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. સાત પગલા ખેડૂત કલ્યાણના પૈકી બે પગલાની શરૂઆત કરી હુકમપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ અવસરે પાલીતાણા, ગારીયાધાર, સિહોર, ઉમરાળા, વલ્લભીપુર, ભાવનગર અને ઘોઘા તાલુકાના ખેડૂતોને ૩૪૬ પરિવહન વાહનો અને ૪,૧૦૯ જેટલા ખેડૂતોને પાક સ્ટ્રકચરના લાભો રાજ્યમંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તેર એનાયત કરાયા હતા.આ કાર્યક્રમમા એ.પી.એમ.સી. ચેરમેન શ્રી નાગજીભાઈ વાધાણી, જી.આઈ.ડી.સી. ડાયરેક્ટર શ્રી પેથાભાઈ આહિર, ચેરમેન શ્રી માર્કેટીંગ યાર્ડ સિહોર પાલિકા પ્રમુખ વિક્રમભાઈ નકુમ વલ્લભીપુર, નગરપાલિકા પ્રમુખ, તાલુકા પંચાયત પ્રમુખશ્રી, જિલ્લા કલેકટર શ્રી ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી વરૂણકુમાર બરનવાલ, પ્રાંત અધિકારી શ્રી સિહોર તથા પાલીતાણા, સરપંચશ્રીઓ, ખેતીવાડી તેમજ આત્મા પ્રોજેકટના અધિકારી/ કર્મચારીઓ, ખેડૂતમિત્રો, હાજર રહયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here