ભાવનગર કોરોના દર્દીઓની વ્હારે છાત્ર સંસદના યુવાનો આગળ આવશે

મિલન કુવાડિયા
કોરોના પોઝિટિવ દર્દીઓની ઝડપી રિકવરી લાવવા માટે થઈને કોરોના પોઝિટિવ થઈને સાજા થઈ ગયેલ દર્દીઓના પ્લાઝ્મા દ્વારા બીજા કોરોના દર્દીઓને ચડાવાથી તેને ઝડપથી રિકવરી આવે છે અને કોરોના મુક્ત બને છે. જેને લઈને છાત્ર સંસદ , ભાવનગર દ્વારા પ્લાઝમાં ડોનેટ કરોના ” કેપેઇન ચલાવવા માં આવી રહ્યું છે . છાત્ર સંસદ એ ઝીરો અવર ફાઉન્ડેશન હેઠળ કામ કરતી પહેલી અનોખી ચળવળ છે જે યુવાનોને પરિવર્તનનું માધ્યમ બનવા માટેનું મંચ પૂરૂ પાડે છે . છાત્ર સંસદ પાસે ભાવિ આયોજન છે કે , દેશમાં નૈતિક , ઉત્સાહી અને સક્ષમ જાહેર નેતૃત્વ તેમજ આપણી નીતિઓને આકાર આપવાનું લક્ષ્ય છે . ઉપરાંત છાત્ર સંસદ નું લક્ષ્ય છે કે આપણે આપણી લોકશાહીને વધુ ગતિશીલ બનાવીએ અને અત્યાર ની આપણી જે શાસન પધ્ધતિ છે.

ખરેખર જેવા શાસન ની આપણને અપેક્ષા છે તેની વચ્ચે આવતી અડચણો માં મદદરૂપ થવાની ભાવના છે . છાત્ર સંસદે , વડોદરા થી પ્લાઝમાં ડોનેટ કરોના અભિયાન ની શરૂઆત કરી , ત્યાર બાદ અમદાવાદ માં શરૂ કરવામાં આવ્યું હતું અને હવે તેની સફળતા ના પગલે આપણા ભાવનગર ખાતે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ના સહયોગ થી ઝુંબેશ ચલાવી રહ્યું છે અને ગુજરાતના અન્ય શહેરોમાં આ પ્રકારનું આયોજન અંતિમ તબક્કામાં છે . આ સંસ્થાની કામગીરી થી કોરોમાં દર્દીઓને કોરોના મુક્ત કરવા માટે થઈને ખૂબ મોટી મદદ મળી રહેશે. આવા યુવાનો ની સામાજીક પ્રેરણાદાયી કાર્ય ખરેખર પ્રશંસા પાત્ર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here