સ્વચ્છતાની હકીકતને કોંગ્રેસે કરી ઉજાગર, કોંગ્રેસના કાર્યકરોએ જાતે સફાઈ કરી કર્યું વિરોધ પ્રદર્શન.

ગંદકી મનપા કચેરી માં લઇ જઈ ગંદકી પર લીધા ગરબા, વિરોધ પ્રદર્શન કરતા લોકોની પોલીસે કરી અટકાયત.

ગૌતમ જાદવ
ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા આજે સ્વચ્છતા સર્વેક્ષણના ધજાગરા કરતો એક આશ્ચર્યજનકનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાવનગર મહાનગરપાલિકાનો રાજ્યમાં સ્વચ્છતા સર્વેક્ષણમાં ત્રીજો નંબર આવ્યો છે ત્યારે મનપાના શાસકો તેનો ગર્વ કરી રહ્યા છે ત્યારે વિરોધપક્ષ દ્વારા સ્વચ્છતાની સાચી હકીકત પ્રજા સમક્ષ ઉજાગર કરવા એક આશ્ચર્યજનક કાર્યક્રમ આપ્યો હતો. જેમાં મનપા આરોગ્ય ચેરમેનના વોર્ડમાં જામેલા ગંદકીના ગંજ સમક્ષ સુત્રોચ્ચાર તેમજ ત્યાં સાફસફાઈ કરી હતી. તેમજ આ ગંદકીને એક વાહનમાં મહાનગરપાલિકા કમ્પાઉન્ડમાં લઇ જઈ સુત્રોચ્ચાર સાથે ગંદકી પર ગરબા યોજ્યા હતા તેમજ ગંદકીની મોકાણ સર્જી હતી. જો કે કોંગ્રેસના અનેક કાર્યકરો અને ખાસ ગરબા લેતી મહિલાઓ પૈકી અનેક મહિલાઓ માસ્ક વગર નજરે પડી હતી. જયારે વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકોની પોલીસે અટકાયત કરી હતી પરંતુ ત્યાં જ મુક્ત કર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here