૧.૧૦ લાખ રૂ.ભરેલા થેલાની લૂંટ ચલાવી લૂંટારુઓ ફરાર, બાઇક પર આવેલા બે ઈસમોએ આપ્યો લૂંટની ઘટનાને અંજામ

એસપી સહિતની કાફલો ઘટના સ્થળે દોડી ગયો, શહેરમાં નાકાબંધી કરી લૂંટારુઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન.


મિલન કુવાડિયા
ભાવનગર શહેરના જમનાકુંડ વિસ્તારમાં આજે ધોળા દિવસે બાઈક પર જઈ રહેલા ફાઇનાન્સ કર્મીને લૂંટી લેવાની ઘટના સામે આવી હતી.આ વિસ્તારમાંથી બાઇક પર રોકડ રકમ સાથે પસાર થઈ રહેલા કર્મચારીને બાઇક પર આવેલા બે ઈસમોએ રોકડ રકમ ભરેલો થેલો ઝૂંટવી લૂંટ ચલાવી નાસી છૂટતા પોલીસે શહેરમાં નાકાબંધી કરી લૂંટારુઓ ને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે શહેરમાં ઘણા સમય બાદ લૂંટની ઘટના બનવા પામી છે.શહેરના જમનાકુંડ વિસ્તારમાં આજે સ્મોલ ફાયનાન્સ કંપનીના કર્મચારીને ધોળે દિવસે લૂંટી લેવાયો હતો.ગંભીરસિંહ નામનો કર્મી પોતાના સ્કૂટર પર રોકડ રૂ. ૧.૧૦૦૦૦ થેલામાં લઇ પસાર થઈ રહ્યો હતો ત્યારે અગાઉથી જ લૂંટ નો પ્લાન બનાવી ચૂકેલા બે ઈસમો જે બાઇક પર આવી ગંભીરસિંહ ના હાથમાંથી આ રોકડ રકમ ભરેલો થેલો ઝૂંટવી લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા.


સતત ટ્રાફિકથી ઘમઘમતા એવા જમનાકુંડ વિસ્તારમાં ધોળે દિવસે લૂંટની ઘટના બનતા એસપી, એએસપી, સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને બાઈક પર આવેલા લૂંટારૂઓ અંગે પૂછપરછ કરીને તપાસ હાથ ધરવામાં આવે તેમજ નાકાબંધી કરી કરી લૂંટારૂઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.જ્યારે આ બનાવ અંગે જિલ્લા પોલીસવડાએ કહ્યું કે હતું કે લૂંટની ઘટના ને લઈ એલ.સી.બી , એ. ઓ.જી સહિતના પોલીસકર્મીઓની ટુકડી આ લૂંટારુઓ ને ઝડપી પાડવા અંગેની કામગીરી કરી રહી છે અને વહેલી તકે આ લૂંટનો ભેદ ઉકેલાય જશે તેવી આશા વ્યક્ત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here