વિડીયો કોન્ફરન્સનો મહત્તમ ઉપયોગ કરાશે, દિવાની તથા ફોજદારી કેસોનો સમાધાનથી નિકાલ કરવામાં આવશે

હરેશ પવાર
રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ,નવી દિલ્હી તેમજ ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ,અમદાવાદના માર્ગદર્શન હેઠળ ભાવનગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ઉપક્રમે શહેરમાં કાર્યરત તમામ અપીલ અદાલતો તથા સીનીયર અને જુનીયર દિવાની અદાલતોમાં તથા તાલુકા ખાતે કાર્યરત વિવિધ અદાલતોમાં આગામી તા.૨૬.૯ ના રોજ રાષ્ટ્રીય ઈ-લોક અદાલત યોજાશે. આ ઈ લોક અદાલતમાં સમાધાનપાત્ર તમામ દિવાની તથા ફોજદારી કેસોનો સમાધાનથી નિકાલ કરવામાં આવશે. તેમજ પી.જી.વી.સી.એલ., નેગોશીએબલ એકટ (ચેક રીટર્ન),બેન્ક, મોટર અકસ્માત વળતર, લગ્ન વિષયક,રેવન્યુ,સર્વિસ મેટર, જમીન સંપાદનના વળતર તેમજ લેબર કોર્ટ વગેરેના કેસો સમાધાન માટે રાખવામાં આવનાર છે. તેમજ આ વેળા પક્ષકારો અને વકીલોએ કોવિડ-૧૯ના કારણે અદાલતમાં હાજર રાખ્યા વગર વિડીયો કોન્ફરન્સનો મહત્તમ ઉપયોગ કરવાનો રહેશે.પક્ષકારોએ આ ઈ લોકઅદાલત દ્વારા વિવાદોનું ઝડપી અને સંતોષકારક રીતે સમાધાન કરવા માટે આ અંગેની વધુ જાણકારી મેળવવી હોય તો જે તે અદાલતનો અથવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ભાવનગર જિલ્લા ન્યાયાલયનો  તથા તાલુકા કાનૂની સેવા સમિતિનો સંપર્ક કરવાનો રહેશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here