સિહોર સાથે જિલ્લાના તંત્રએ સપ્ટેમ્બર માસમાં કુલ ૭ ડમ્પર, ૭ ટ્રક સહિત ૨.૩૬ કરોડ જેટલી રકમનો મુદ્દામાલ કબ્જે કર્યો : ૨૦.૯૨ લાખનો દંડ વસુલયો


સલીમ બરફવાળા
સિહોર સાથે જિલ્લામાં સાદી રેતી, બ્લેકટ્રેપ વગેરે જેવી ગેરકાયદે ખનિજ વહન પ્રવૃત્તિ પર પ્રાંત અઘિકારીશ્રીઓ મામલતદારશ્રીઓ દ્વારા રાત્રી તેમજ દિવસ દરમ્યાન થતી ખનીજ ચોરીને અટકાવવા સ્પેશ્યલ ડ્રાઇવ ચલાવી ખનીજ ચોરી થતી અટકાવવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં ડમ્પર, ટ્રક સહિતના વાહનો મળી ૨.૩૬ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો તેમજ ખાણ-ખનિજ વિભાગ દ્વારા કુલ ૨૦.૯૨ લાખની દંડનીય રકમની વસુલાત કરવામાં આવી હતી. સિહોર, મહુવા તથા આસીસ્ટન્ટ કલેકટરશ્રી, ભાવનગર તેમજ તેમની સમગ્ર ટીમ તથા મામલતદારશ્રી સિહોર, મહુવા, ઉમરાળા, વલ્લભીપુર, ભાવનગર શહેર તેમજ તેમની ટીમ દ્વારા જિલ્લાના અલગ-અલગ તાલુકાઓમાં ગેરકાયદે ખનિજ વહન પ્રવૃત્તિ અંગે કાર્યવાહી હાથ ધરાઇ હતી.

જેમાં રોયલ્ટી પાસ વિના ખનિજ વહન કરતાં ૭ ડમ્પરો, ૭ ટ્રક સીઝ કરાયા હતા અને ૨.૩૬ કરોડનો મુદ્દામાલ જપ્ત કરી કુલ ૨૦.૯૨ લાખ જેટલી દંડનીય રકમની વસુલાત કરવામાં આવી હતી. મધ્યરાત્રીએ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલ ઓચિંતી કામગીરીથી ખનીજચોરો માં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. ગેરકાયદેસર ખનિજ વહનની પ્રવૃતિથી સરકારશ્રીની રોયલ્ટીની આવકને નુકશાન થઇ રહ્યુ છે. આ સંજોગોમાં સરકારશ્રીની રોયલ્ટીની રકમની નુકસાની ન થાય તેમજ ગેરકાયદે ખનિજ વહનની પ્રવૃતિને ડામવા આગામી સમયમાં ૫ણ આ સ્પેશ્યલ ડ્રાઇવ શરૂ રહેશે તેમ જિલ્લા કલેકટરશ્રી દ્વારા જણાવવામાં આવ્યુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here