સૌની યોજના હેઠળ ફેઝ-૩ ની કામગીરી ૩૧ માર્ચ-૨૦૨૧ પહેલા પૂર્ણ કરવામાં આવશે, ભાવનગરની જીવાદોરી સમાન બોરતળાવ પણ ભરવામાં આવશે.

અન્ય જળાશયોને ભરવાની કામગીરી માટે પાઈપલાઈનો નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી, શેત્રુંજીથી રાયડી ડેમ સુધીના જળાશયો માટે ૪૪૫ રૂ.કરોડ ના ટેન્ડરો સાથેની કામગીરી હાથ ધરવામાં આવી

બોરતળાવ ને ભરવા માટે ૧૪૬ કરોડ રૂ.ના ખર્ચે પાઇપલાઈનો નાખી, સારા વરસાદના પગલે અનેક ડેમો કુદરતી ભરાયા છે

સલીમ બરફવાળા
રાજ્યસરકાર દ્વારા રાજ્યભરમાં પાણીની સમસ્યાને ભૂતકાળ બનાવવા સૌની યોજના અમલી બનાવી છે. જેમાં અગાઉ ફેઝ ૧ અને ૨ ને પરિપૂર્ણ કરી હવે ફેઝ ૩ હેઠળ ની કામગીરી હાથ ધરી તેને માર્ચ-૨૦૨૧ પહેલા પૂર્ણ કરશે .આ યોજનામાં ભાવનગર સિંચાઈ વિભાગ હેઠળના અનેક જળાશયો નો સમાવેશ કરાયો છે ત્યારે રાજવી પરિવારની દેણ એવા બોરતળાવ ને ભરવા માટે ૧૪૬ કરોડ રૂ.ના ખર્ચે પાઇપલાઈનો નાખી ૧૪૦ એમસીએફટી પાણીથી ભરવામાં આવશે,જેમાં વચ્ચે આવતા ગામોના તળાવો અને ચેકડેમો ને પણ આ યોજના હેઠળ ભરવામાં આવશે. ભાવનગર શહેર અને આસપાસ ના ગ્રામ્ય વિસ્તારોમાં વસતા લોકો અને ખેડૂતોને પીવાના અને ખેતી માટે જરૂરી પાણીની મુશ્કેલીના પડે તે માટે સરકારની વહારે કુદરત પણ મહેરબાન થતા શેત્રુંજી ડેમ પણ ઓવરફ્લો થયો છે.

જેથી હાલ શેત્રુંજીથી રાયડી ડેમ સુધી ના જળાશયો માટે ૪૪૫ રૂ.કરોડ ના ટેન્ડરો સાથેની કામગીરી હાથ ધરવામાં આવી છે.જેમાં માલણ,રોજકી,સુરજવડી,ઘાતરવડી ,રાયડી ડેમ ભરવામાં આવશે તો સાથે સાથે આ યોજના હેઠળ વચ્ચે આવતા તળાવો અને ચેકડેમો ને પણ ભરવામાં આવશે. જો કે સારા વરસાદના પગલે અનેક ડેમો કુદરતી ભરાયા છે જે તંત્ર માટે સારા સમાચાર છે આમ છતાં ડેમો ને ભરવા પાઈપલાઈનો ની કામગીરી અને ભવિષ્યમાં પણ જરૂર પડે જળાશયો ભરી શકાય એ માટે સૌની યોજના હેઠળ હાથ ધરવામાં આવેલી કામગીરી માર્ચ ૨૦૨૧ સુધીમાં પરિપૂર્ણ કરવામાં આવશે શહેર અને જિલ્લાના અનેક ગામોમાં આ વર્ષે સરકારની સાથે સાથે કુદરત પણ મહેરબાન થતા પીવાના પાણી ની સમસ્યા હલ થશે તેમજ ખેતી માં પણ પાણી પુરતું મળી રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here