ભાવનગર રેન્જ પોલીસે ટ્રકમાં ભરેલી સાયકલની આડમાં ભરેલા ૧૦.૭૨ લાખના દારૂ સહિત ૩૧.૬૦ લાખના મુદ્દામાલ સાથે ૪ ને ઝડપી લીધા, ભાવનગરમાં દારૂ ઘુસાડવાનો વધુ કીમિયો નિષ્ફળ

હરેશ પવાર
સિહોર ભાવનગર વચાળે અડીને આવેલા વરતેજ અને સીદસર બાયપાસ રોડેથી આજે વહેલી સવારે હરિયાણા પાસિંગની ટ્રકમાંથી સાયકલની આડમાં છુપાવાયેલો ૧૦.૭૫ લાખનો દારૂ પોલીસને હાથ લાગ્યો છે પોલીસે ૩૧ ૬૦ લાખના મુદ્દામાલ સાથે ૪ ને ઝડપી લઈને માલ મંગાવનાર મુખ્ય સૂત્રધાર કરદેજના જયપાલ અને સીદસર આલોક કુમાર નામના બુટલેગરની પોલીસને તલાશ છે રાજ્યમાં બુટલેગરો વિવિધ વાહનો મારફતે દારૂ ઠાલવી રહ્યા છે.બુટલેગરો નીતનવા નુસ્ખા અપનાવી જિલ્લામાં દારૂ ઠાલવવા મરણીયા બન્યાં છે. ત્યારે ભાવનગર રેન્જ પોલીસે બુટલેગરોનો વિદેશી દારૂ ઘુસાડવાનો વધુ એક કિમીયો નિષ્ફળ બનાવી ટ્રકમાં રહેલી સાયકલની આડમાં સંતાડેલા રૂ.૧૦.૭૫ લાખ રૂપિયાનો વિદેશી દારૂ સાથે ટ્રક ચાલક સહિત ૪ દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

ભાવનગર રેન્જના રોહિત બાર અને પોલીસ ટીમને મળેલી બાતમીના આધારે વરતેજ સીદસર બાયપાસ રોડે વાહનોનું સધન ચેકિંગ હાથ ધરાયું હતું. તે દરમ્યાન હરિયાણા તરફથી આવી રહેલી ટ્રક નંબર (એચઆર ૬૧ ડી ૫૯૮૨) અટકાવી ચેકિંગ કરાતાં ટ્રકમાં ભરેલ સાયકલની આડમાં વિદેશી દારૂની ૨૯૮ પેટીનો ગેરકાયદેસર જથ્થો મળી આવ્યો હતો. પોલીસે પ્રતિબંધિત વિદેશી દારૂની ૩૬૭૬ બોટલ કિંમત રૂપિયા.૧૦૭૨૮૦૦/- ના જથ્થા સાથે મનીષ, દિનેશ, કાનજી, વિપુલ, નામના શખ્સોની ધરપકડ કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે પોલીસે ટ્રક મોબાઈલ રોકડ સહિત કુલ ૩૧૬૦૪૪૪/- નો મુદ્દામાલ ઝડપી પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલા આરોપીને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે ત્યારે આ દારૃનો જથ્થો મંગાવનાર કરદેજના જયપાલ અને સીદસર આલોક કુમાર નામના બુટલેગરની પોલીસને તલાશ છે ભાવનગર પોલીસના રોહિત બાર અને ટીમને વધુ એક સફળતા મળી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here